ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ ખાતે યુપીએલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામ ખાતે ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, યુપીએલ દ્વારા તલોદરા ગામના તળાવની સીમા ફરતે આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મીનાબેન પરમાર, યુપીએલ ઝઘડિયાના યુનિટેડ પ્રવિંદન ગઢવી, યુપીએલના વાઇસ પ્રેસિડેન્ટ સીએસઆર રીસી પઠાનિયા,તલોદરા ગામના સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ઈરફાનખત્રી
રાજપારડી