વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા રતડીયા, તા.8: તાલુકાના કુંદરોડી ગામ મધ્ય મોમાઈ માતાજીના મંદિરે ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં પાટોત્સવ, હોમ – હવન, સમૂહ પેડી, સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. ચોથાણી (રાચ્છ) પરિવાર દ્વારા તમામ નિયાણી અને જમાઈઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રથમ દિવસે ગુરૂવારના રાંદલ મા ની પૂજા (રાંદલ લોટા), બીજા દિવસે શુક્રવારે સુરાપુરા દાદા મંદિરે હવન તથા ત્રીજા દિવસે શનિવારે મોમાઈ માતાજીના મંદિરે હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં ભૂઈમા જીજ્ઞાબેન ત્રણેય દિવસ હાજર રહેશે અને ત્રણે દિવસ બપોરે સમૂહ પ્રસાદનું લાભ લેવા ચોથાણી પરિવારના પ્રમુખ કિશોરકુમાર લાલજીભાઈ ચોથાણીએ જણાવ્યું હતું.ત્રણે દિવસના સમૂહ પ્રસાદના દાતા અનુક્રમે મુલુન્ડના સ્વ. બાબુભાઈ ઢોકળાવાળા પરિવાર, મુલુન્ડના ગં. સ્વ. મણીબેન કાકુભાઈ ચોથાણી તથા મુલુંડ (કચ્છ વડાલા)ના સ્વ. માધવજી ખીમજી ચોથાણી અને મુન્દ્રા (કચ્છ પત્રી)ના સ્વ. કસ્તુરબેન નારાણભાઈ ચોથાણી પરિવાર રહેશે.