આણંદમાં બે હોટલો સીલ રેલવે સ્ટેશન રોડ પરની હોટલ નિશાંત સીલ, વાસી અને સડેલો ખોરાક મળ્યો
આણંદમાં બે હોટલો સીલ રેલવે સ્ટેશન રોડ પરની હોટલ નિશાંત સીલ, વાસી અને સડેલો ખોરાક મળ્યો
તાહિર મેમણ – આણંદ – 01/05/2025 – આણંદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરિયા વિભાગે એપ્રિલ માસમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. મનપા વિસ્તારની હોટલ, દુકાનો અને સંસ્થાઓની આકસ્મિક તપાસણીમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ક્ષતિઓ મળી આવી હતીમહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન રોડ પરની હોટલ નિશાંત સીલ કરી છે. આરોગ્ય વિભાગની ટીમે આકસ્મિક તપાસણી દરમિયાન આ હોટલોમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર બાબતો શોધી કાઢી તપાસણી દરમિયાન બંને હોટલોમાં વાસી અને ફૂગ લાગેલો ખોરાક મળી આવ્યો. ખાદ્ય પદાર્થો ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા.
સડેલા બટાકા સહિત અખાદ્ય પદાર્થો પણ જોવા મળ્યા. સમગ્ર પરિસરમાં સ્વચ્છતાનો સદંતર અભાવ હતો. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે હાઇજીન અને સ્વચ્છતાની તપાસણી કરી. લોકોના આરોગ્ય માટે જોખમરૂપ સ્થિતિને ધ્યાનમાં રાખીને જીપીએમસીની કલમ 376 A હેઠળ તાત્કાલિક અસરથી બંને હોટલો સીલ કરવામાં આવી.