સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી
ચેરમેન કુમારી એચ એસ પટેલ ટી.એલ.એસ.સી તથા જુ્યુડિશીઅલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી.પટેલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
ભારત સરકાર દ્વારા તારીખ ૧૭ મી સપ્ટેમ્બરથી લઈ ૨ ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે, આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું, ઝઘડિયાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઇકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મ જયંતીને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય, જેના ભાગરૂપે આજરોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ.એસ.પટેલ ટી.એલ.એસ.સી તથા જ્યુડિસિઅલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે.ટી.પટેલ ની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને, સ્ટાફ, વકીલશ્રીઓને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહી, પાન પડીકી કી ખાઈ ગમે ત્યાં થૂંકવું નહીં, કચરો કોટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરા પેટી માં જ ફેંકવો તેવા સૂચન આપી માહીતગાર કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ.પટેલ અને જે.ટી.પટેલ, ઝઘડિયા બાર એસોસિયેશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા, ઉપપ્રમુખ પંકજ રાણા સેક્રેટરી અમિત ચૌહાણ, સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ, અનિલભાઈ પંડ્યા, ગીતાબેન શાહ, અરૂણભાઇ ચૌહાણ તથા અન્ય એડવોકેટશ્રીઓ તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત થયા હતા, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુરા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા,
ઈરફાન ખત્રી
રાજપારડી