BANASKANTHAPALANPUR

સરસ્વતી આર્ટ્સ, સાયન્સ & કોમર્સ કોલેજ લિંબોઈ ખાતે શહિદ દિન ની ઉજવણી કરવામાં આવી

23 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ધર્મ માટે ખપી જનાર વ્યક્તિ શહિદ કહેવાય, ઉત્તર ગુજરાત માં પાંચ વર્ષ માં એકવીસ શહિદો થયા : પ્રો. ડૉ. કિશોર સિંહ સોલંકી સરસ્વતી આર્ટ્સ, સાયન્સ & કોમર્સ કોલેજ લિંબોઈ ખાતે શહિદ દિન ની ઉજવણી કરવામાં આવી. આ અંગે પુષ્કર ગોસ્વામીએ જણાવ્યું હતું કે શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી આર્ટ્સ, સાયન્સ & કોમર્સ કોલેજ લિંબોઈ ખાતે 23 માર્ચ શહિદ દિન નિમિત્તે પુલવામા માં શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થી સંબોધન કરતાં પ્રો.ડૉ. કિશોર સિંહ સોલંકી એ જણાવ્યું હતું કે વર્ષ 2018 થી પાંચ વર્ષ માં ઉત્તર ગુજરાત ના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ જિલ્લામાં 22 વર્ષ થી 47 વર્ષ ના એકવીસ જવાનો ફરજ બજાવતા શહિદ થયા છે. શહિદ થવું એટલે ધમૅ માટે ખપી જવું . શહિદ સૈનિકો ના પરિવાર ના પાછલા દિવસો કપરા હોય છે, સરકારી તંત્ર એ શહિદો ના પરિવારોની કાળજી રાખવી જોઈએ તેવું જણાવ્યું હતું. ઉપરાંત મહારાણા પ્રતાપ, મોગલ સમ્રાટ અકબર ના ઉદાહરણ આપી સ્વમાન સાથે જીવન જીવવા અનુરોધ કર્યો હતો. નાયબ જિલ્લા શિક્ષણાધિકારી ભરતદાનજી ગઢવી એ જણાવ્યું હતું કે વતૅમાન વિજ્ઞાન ટેકનોલોજી ના આધુનિક યુગમાં શહીદોનો ઈતિહાસ વિસરાતો જાય છે. આપણા દેશમાં આઝાદી ના 75 વર્ષ પુર્ણ થયા છે માટે દેશની આઝાદી માં શહિદ થનાર શહિદો ને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ ‌‌. આ પ્રસંગે પ્રમુખ મદાર સિંહ હડિયોલ, ઉપપ્રમુખ કાળજી સોલંકી , સહમંત્રી રૂપ સિંહ ચૌહાણ, કેશર સિંહ સોલંકી,ભિખુ સિંહ પરમાર, દેવું સિંહ ભાટી, પ્રવિણસિંહ હડિયોલ,જામંત સિંહ, અજીતસિંહ હડિયોલ, સહિત બનાસકાંઠા જિલ્લા ના છ શહિદોના પરિવારો, હાઈસ્કૂલોના આચાર્યૉ, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિધાર્થી ભાઈ બહેનોમોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ‌. સ્વાગત પ્રવચન પ્રમુખ મદાર સિંહ હડિયોલે કયું હતું તથા મહાનુભાવો પદાધિકારીઓ અગ્રણીઓ ના હસ્તે છ શહિદોના પરિવારો નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રો. જીગરભાઈ મેવાડા,પ્રો.સંકેતભાઈ ચૌધરી, પ્રો.યોગેશભાઈ ગોસ્વામી એ કાયૅક્રમ નું સફળ સંચાલન કયું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!