GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી સાંસદ રાજપાલસિંહ ની રજુઆતથી પુનઃપ્રારંભ થતાં લોકોમાં ખુશી.

 

તારીખ ૨૭/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

ગતરોજ કાલોલ તાલુકાના ડેરોલ રેલવે સ્ટેશન ખાતે વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન જે કોરોના કાળમાં બંધ થયેલ હતી તેને પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ ની રજૂઆતથી પુનઃ આ રૂટ ને ચાલુ કરવા માટે ટ્રેન ડેરોલ સ્ટેશન ખાતે ટ્રેન આવી પહોંચતા જ સ્થાનિક ભાજપ આગેવાનો અને પશ્ચિમ રેલવે સંઘર્ષ સમિતિ સભ્યો દ્વારા ટ્રેન સાથે પાયલોટ નું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રેલ મંત્રી અશ્વિનકુમાર અને રેલ્વે અધિકારી ગણનો કાલોલ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવી સાથે સાથે કાલોલ ડેરોલ અને આજુબાજુના ગામડાઓના પેસેન્જરને આ લાભ મળી રહે એ હેતુથી આ ઇન્ટરસિટી ચાલુ કરવામાં આવી તે બદલ સાંસદ અને ધારાસભ્ય નો આભાર માની સ્થાનિક લોકોએ ખૂશી વ્યક્ત કરી હતી જ્યાં પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન ડેરોલ સ્ટેશન આવી પહોંચતા જ જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટનું ફૂલહારથી સન્માન કરાયો હતો અને ટ્રેનને આગળ તરફ રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,તાલુકા પંચાયત સદસ્ય કીરણભાઈ બેલદાર, જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર,વકીલ મહેન્દ્રસિંહ રાઠોડ ખંડેવાળ અને ડેરોલ સ્ટેશનના સરપંચ અને ડેપ્યુટી સરપંચ,નરેન્દ્ર મોદી વિચાર મંચ ના કાર્યકર સહિત આજુબાજુ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!