કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃપ્રારંભ
સમીર પટેલ, ભરૂચ
કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃપ્રારંભ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા દાહોદથી અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલી ઝંડીથી વિદાય આપવામાં આવી હતી.
પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી, જ્યાં મહાનુભાવોની હાજરીમાં પાયલોટનું ફૂલહારથી સન્માન કરાયો હતો અને ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી હતી.ભરૂચ રેલવે સ્ટેશને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, DRUCCના સભ્ય ડો. જે.જે. રાજપુત અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ 25 મે, સવારે 8 વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો તથા IRCTC વેબસાઇટ પર બુકિંગ શરૂ થશે. જ્યારે 27 મે, 2025થી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે. ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે.આ સેવાઓ ફરી શરૂ થતા મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને રાહતની લાગણી અનુભવી રહી છે.