વલસાડ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા (SHS)” -૨૦૨૪નો તા.૧૪મી સપ્ટેમ્બરથી પ્રારંભ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૯ સપ્ટેમ્બર
વલસાડ જિલ્લામાં ૧૪મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર -૨૦૨૪ સુધી “ સ્વચ્છતા હી સેવા (SHS) “ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી રહી છે. “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ની થીમ સાથે આ કેમ્પેઈનનો ઉદેશ્ય વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. કેમ્પેઈનની શરૂઆત. ચેરમેન-વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નિયામક અને જિલ્લા કો-ઓર્ડીનેટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વલસાડના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા અને તાલુકાનાં સ્વચ્છ ભારત મિશન-(ગ્રા) યોજનાના તમામ કર્મચારીશ્રીઓના “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંગેની વિસ્તૃત માહિતી આપી જેથી ગ્રામ્ય કક્ષાએ બહોળો પ્રચાર-પ્રસાર કરી દૈનિક ધોરણે સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.
“સ્વચ્છતા હી સેવા (SHS)” ૨૦૨૪ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” જેમાં મુખ્યત્વે ત્રણ સ્તંભ છે. જેમાં (૧) સ્વચ્છતામાં ભાગીદારી- તા:-૧૪/૦૯/૨૦૨૪ થી તા:- ૨૧/૦૯/૨૦૨૪ – સ્વચ્છતા અને પોષણ (૨) સંપૂર્ણ સ્વચ્છતા- તા:-૨૨/૦૯/૨૦૨૪ થી તા:-૨૯/૦૯/૨૦૨૪ – મેરા કચરા મેરી જિમ્મેદારી અભિયાન (૩) સફાઈ કામદાર મિત્રોની સુરક્ષા શિબિર- તા:-૩૦/૦૯/૨૦૨૪ થી ૦૧/૧૦/૨૦૨૪ – સ્વચ્છતા વોરીયર્સ સેલીબ્રેશન અભિયાન અને તા:-૦૨/૧૦/૨૦૨૪ ના રોજ સ્વચ્છ ભારત દિવસ ઉજવવામાં આવશે.
અગાઉના વર્ષોની જેમ સ્વચ્છતા પ્રવૃતિઓનો હેતુ સ્વૈચ્છિક શ્રમદાન છે. જેમાં રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જેવા કે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રાહલય, રાષ્ટ્રીય ઉધાન, અભ્યારણો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ તેમજ નાળા વગેરે જેવા જાહેર સ્થળોની સાફ સફાઈ કરવી તેમજ સરકારી સંપતિઓના સમારકામ રંગરોગાન સફાઈ અને બ્રાન્ડિગ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નીષેધ કરવા તેમજ જિલ્લાના ગામડાં શાળા–કોલેજોમાં સ્વચ્છતા અભિયાનને લગતી વિવિધ પ્રવુત્તિઓ કરવામાં આવશે. સ્વચ્છતા પ્રવૃતિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા (Visual Cleanliness) થાય તે મુજબનું આયોજન જિલ્લા/તાલુકા અને ગ્રામ પંચાયત કક્ષાએ કરવામાં આવશે.
વલસાડ જિલ્લાને “ સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ (SHS)“ અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” ના થીમ સાથે વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે સામૂહિક સાફ-સફાઈ અભિયાનમાં જોડાવા તમામ ગ્રામજનોને સહયોગ/શ્રમદાન આપવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અપીલ કરવામાં આવી છે.
q5xosy
579t3f