જિલ્લા કલેકટરના હસ્તે સંતરામપુર ફાયર સ્ટેશન ખાતે વસ્ત્ર લાડુ ચિઠ્ઠી નો વિતરણ કરાયો
જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે સંતરામપુર ફાયર સ્ટેશન હોલ ખાતે વસ્ત્ર/લાડુ/ચીક્કી પ્રસાદનુ વિતરણ કરાયું
અમીન કોઠારી = મહીસાગર
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલ વસ્ત્ર પ્રસાદીનું મહીસાગર જિલ્લાના સંતરામપુરનગરપાલીકા ફાયર સ્ટેશન હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.હતુજે અંતર્ગત દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીને ભાવિક ભક્તો-ટ્રસ્ટ તરફથી ધરાવેલ વસ્ત્ર પ્રસાદ ૧૦૦ પુરૂષો ને (ઝભ્ભા) ૧૦૦ સ્ત્રીઓ ને (સાડી) મળી કુલ ૨૦૦ વસ્ત્ર પ્રસાદ આપવામાં આવ્યા.
ટ્રસ્ટ દ્વારા ભાઈઓ અને બહેનોને સાડી, ઝભ્ભા, ચિક્કી અને લાડુનો પ્રસાદ કલેક્ટર શ્રીમતી નેહા કુમારી નાં શુભ હસ્તે પ્રસાદી રૂપે આપવામાં આવ્યો હતો. વૃદ્ધજનો, દિવ્યાંગજનો તથા આશ્રિત ભાઈ-બહેનોએ પ્રસાદ મેળવીને આનંદ સાથે ધન્યાતાની લાગણી વ્યક્ત કરી હતી.ઉપસ્થિત સર્વે લોકોએ દેવાધિદેવ મહાદેવ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા-વિધિ કરવામાં આવી તેનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, સંતરામપુર પ્રાંત અધિકારી, વહીવટદાર ને મામલતદાર, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પણ ઉપસ્થિત રહી પ્રસાદ વિતરણ કર્યો હતો.