દૂધરેજ કેનાલ ઉપરના અતિ જર્જરિત ડાયવર્ઝન રોડથી વાહન ચાલકો પરેશાન

તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ ઉપર પુલના સમારકામના કારણે અપાયેલ ડાયવર્ઝનમાં મોટા પ્રમાણમાં નાના મોટા ખાડા પડી ગયાના કારણે વાહન ચાલકોને ભારે મુસ્કેલી પડતી હોવાથી તાત્કાલીક કોન્ટ્રાકટર કે નર્મદા નિગમ દ્વારા રોડ રીપેર કરાય એવી માંગ ઉઠી છે પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા જતા દૂધરેજ પાસે નર્મદા કેનાલ ઉપરનો પુલ જર્જરીત થવાના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી 3 માસ માટે સમારકામ શરૂ કરી દેવાયુ છે બીજી તરફ આ પુલ બંધ થવાના કારણે કેનાલની બંન્ને તરફ ડાયવર્ઝન અપાયુ છે જે ડાયવર્ઝન રોડ ઉપર બે કિ.મી.જેટલા અંતરના રોડમાં નાના મોટા અનેક જગ્યાએ ખાડા પડી જવાના કારણે વાહનચાલકો ડીસ્કો થીમ ઉપર ચાલતા હોય એવો ઘાટ ઘડાયો છે આ રસ્તે સગર્ભા મહિલાને હોસ્પીટલ લઇ જવાય તો રસ્તામાં જ ડીલીવરી થઇ જાય એવી હાલત થઇ ગઇ છે જેમાં ખાસ વડીલો અને મહિલાઓ ટુ વ્હીલર લઇને પસાર થતા સમયે અનેક વખત સ્લીપ ખાવાની ઘટનાઓ બની રહી છે હવે ત્રણ મહિના માટે આ રોડ ઉપરથી જ લોકોને અવર જવર કરવાની હોવા છતાય નિંભર તંત્ર દ્વારા સમારકામ કરાતુ નથી જેથી આ ગંભીર બાબતને ધ્યાને લઇ નર્મદા નિગમ કે આ પુલનું કામ કરનાર કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલીક આ રોડ રીપેર કરાય એવી લોકોની માંગ ઉઠી છે.




