GUJARATKUTCHMANDAVI

માતાનામઢથી કોટડા રોડ ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધિત કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૩ જુલાઈ : પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજની તા.૨૬/૦૬/૨૦૨૫ તથા કાર્યપાલક ઈજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છની તા.૨૪/૦૬/૨૦૨૫ દરખાસ્તની વિગતે કાર્યપાલક ઈજનેર, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છના પેટા વિભાગ હસ્તકના માતાનામઢથી કોટડા રોડનાં ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ વચ્ચે ખનીજનો જથ્થો આવેલ હોઈ, ચે.૦/૬૦૦ થી ૩/૬૦૦ કુલ ૩.૦૦ કિ.મી. રસ્તો જી.એમ.ડી.સી.ને સુપ્રત કરવાનો હોવાથી આ રસ્તો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ કરવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા હંગામી જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થયેલ છે.જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ છે કે, જાહેરનામા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા માટે રસ્તા/માર્ગ પરથી વાહનોની અવર-જવર બંધ રહેશે તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.વૈકલ્પિક માર્ગ/રસ્તા તરીકે ચે.૦/૬૦૦ થી ડાબી તરફ પાસે ડામર રસ્તો કોટડા ગામ તરફ ચે.૩/૬૦૦ પર હયાત રસ્તાને મળે છે તે રસ્તા પાસેથી વાહનો અવર-જવર કરી શકશે.આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ/સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નખત્રાણાના આદેશાનુસાર સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનોને લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!