વિજાપુર સંઘપુર ભાથીપુર રોડ પાસે યુવકને રિવોલ્વર બતાવી ધમકી આપી મારમારી ઈજાઓ કરતા યુવકે સાત ઈસમો સામે ફરીયાદ નોંધાવી
વતાલ્યયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના નવા સંઘપુર થી ભાથીપુર રોડ ઉપર આવેલ જી.ઇ.બી. સબ સ્ટેશન નજીક આવેલ બાલાજી નમકીન બનાવવાની ફેક્ટરી નુ કામ ચાલતુ હોવાથી જે કામ તમારે કરવાનું નથી તેમ કહી કામ મા અડચણ ઊભી કરી હરજીત સિંહ રાઠોડને તેમના ગામના રવિન્દ્રસિંહ નિકુસિંહ રાઠોડ તેમજ દેવેન્દ્રસિંહ ઉર્ફે ભદ્રેશ રાજેન્દ્રસિંહ પરમાર (ભાણો) તેમજ ગોપાલસિંહ ઉર્ફે ગોપી લાલસિંહ રાઠોડ તેમજ રાજદીપસિંહ સજ્જનસિંહ ઝાલા (ભાણો) તેમજ નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ નિકુસિંહ રાઠોડ તેમજ સંજયસિંહ લાલસિંહ રાઠોડ તેમજ વનરાજસિંહ ઉર્ફે બંટો મહેતાપ સિંહ રાઠોડ તમામ રહે – સંઘપુર ના સાતેય ઈસમો એકસંપ થઇ આવી જેમાં એક જણાએ રીવોલ્વર માંથી એક રાઉન્ડ હવામાં તથા બીજો રાઉન્ડ હરજીત સિંહ સામે મૂકી ધમકી આપી તલવાર વડે જમણા હાથે ઇજા કરી તેમજ અન્ય એક ઈસમે બારાબોર રાયફલ વડે હવામાં ફાયરીંગ કરી લોખંડની પાઇપ વડે બન્ને પગ ઉપર તેમજ લાકડી વડે કપાળના ભાગે તથા બરડાના ભાગે તથા ખભાના ભાગે તથા બંન્ને પગે માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હરજીત સિંહે હિમતનગર દવાખાના મા સારવાર બાદ પોલીસ મથકે સાત ઈસમો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતા ને જોતા રવિન્દ્ર સિંહ રાઠોડ તેમજ દેવેન્દ્રસિંહ પરમાર તેમજ ગોપાલ સિંહ રાઠોડ તેમજ રાજદીપ સિંહ ઝાલા તેમજ નરેન્દ્રસિંહ રાઠોડ તેમજ સંજય સિંહ રાઠોડ તેમજ વનરાજ સિંહ રાઠોડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.