GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

GMB-vcએ ઘણુ કરવું ઘટે…ક્યારે કરશે?part-2

 

ગાંધીનગર પોલીસની ટીમોએ ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં તપાસ હાથ ધરીને કોમ્પ્યુટર તેમજ દસ્તાવેજી ડેટા તપાસમા લેવાયા હતા આ તમામ કાર્યવાહી લાંગા સહિતના લોકોના ફોનની તપાસ બાદ કરવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે, મેરીટાઇમ બોર્ડની કચેરીમાં કાર્યરત કેટલાક અધિકારીઓ આરોપીઓના સંપર્કમાં હતા. તેમના દ્વારા ખાનગી બંદરોના મહત્વપૂર્ણ ડેટા લીક કરવામાં આવ્યાની શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતુ તો ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં પત્રકાર લાંગાના કોઇ નીકટના ફરજ બજાવે છે?? તે વાઇસ ચેરમેન શ્રી બેનીવાલજીને ખબર હતી?બોર્ડમાં કોણ જાણે કેટલા વરસોથી બધુ લીક થતુ હશે તો વી.સાી.સાયબને જાણ હશે?તેમની વોચ હશે?કેપેબલ વિભાગ વડાના સોર્સ પણ કચેરીઓમાં હોય જ છે તો જીએમબીના વીસી. ક્યા ઉણા ઉતર્યા??? આ પૃષ્ઠભૂમિ સાથે વધુ ઉંડા ઉતરતા અનેક બાબતો અને વહીવટી શિથીલતાઓની ચર્ચાઓ નિષ્ણાંતોમાં થતી સાંભળવા મળી છે. જેમાંથી અમુક વિશે  જ જોઇએ તો  પણ ઘણુ કહી શકાય તેમ છે ઘણુ ઉજાગર થાય છે. માટે ખુદ મુખ્યમંત્રી કે પ્રિન્સીપાલ સેક્રેટરીએ ખાસ ધ્યાન આપવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

ખરેખર તો જીએમવીના વી.સી. રાજકુમાર બેનીવાલ સાયબએ,
કચેરીઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એટમોસ્ફીયર પુરા પાડવા
વીજીલન્સ ડેવલપ કરવી
બંદરોના રક્ષણ કરવા
કચેરીઓમાં સ્ટાફ સેટ અપ જાળવવુ કેમકે કામનું ભારણ કર્મચારીઓનો તણાવ વધારે છે જે સરકાર કે લગત વિભાગ ના રોજ બ રોજના કામ ઉપર માઠી અસર પહોંચાડે છે
સંતુલીત વહિવટી અભિગમ
બંદરીય જમીન જાળવણી
પોર્ટ ટુરીઝમ ડેવલપ કરવુ( બહુ ગાજીને શરૂ થયેલી ઘોઘાની રો-રો ફેરી સર્વિસ બંધ થઇ ગઇ છે)
સ્ક્રેપ યાર્ડ,ફેરી સર્વિસ,બંદરીય વાહન વ્યવહાર ડેવલપ કરવા
દરેક કચેરીઓના આઉટપુટની સમીક્ષા કરવી કે કરાવવી
દરેક બંદરના પર્યાવરણ જતન
મહેકમ જાળવણી
કર્મચારીઓના પ્રશ્ર્ન નિકાલ સમય મર્યાદામા કરવો (દરેક બંદરના વહીવટી સંચાલન અને વિકાસમાં કર્મચારી પાયાનો પથ્થર છે તેને અવગણવામાં આવશે તો સમગ્ર સીસ્ટમ સુચારૂ કેમ ચાલશે??)
કર્મચારી યુનિયનો ને વિવિધ પગલાઓ કાર્યવાહીઓ વિશેષ પગલાઓ વગેરેથી અવગત કરાવી કર્મચારી સંઘ સાથે સુમેળભર્યો માહોલ બનાવી મુક્ત મને બોર્ડ હિતની રજુઆતો સાંભળવી
અરજીઓના નિકાલ સ્થાયી હુકમો મુજબ ઝડપી કરવા/કરાવવા(જી.એમ.બી.માં તો અમુક અરજીઓ ધુળ ખાય છે અમુક આગળજઇ પાછી આવે છે અમુક ગુમ થઇ ગઇ છે…. અમુકમાં સમજાવટ થઇ ગઇ છે અમુક નામંજુર થઇ છે અમુક નિર્ણય માટે પેન્ડીંગ છે અમુકની તપાસ જ નથી સોંપાઇ અમુકમાં ગંભીરતા ન લઇ “નિકાલ” દર્શાવાયો છે……….વગેરે વગેરે ચર્ચા સુત્રોમાં છે)
ફરિયાદ નિકાલ તંત્ર સુસજ્જ કરવું…..વગેરે …વગેરે ઘણુ હા ઘણુ કરવાનુ હોય છે અને સમીક્ષકો કહે છે અમુક ઉચ્ચ અધીકારીઓની આંતરીક ખેંચતાણ બંધ કરાવવામાં નિષ્ફળ વાઇસ ચેરમેન રાજકુમાર બેનીવાલજી એકંદર વહીવટી નુકસાનના માત્ર સાક્ષી બની રહ્યા છે નથી ઉપર વિસ્તૃત-ખાનગી કે સનસનીખેજ રીપોર્ટ કરી શકતા કે નથી પોતાના તાબાના ચોક્કસ અધીકારીઓને શિસ્ત ના પાઠ શીખવાડી શકતા.

વળી મહત્વની બીજી વાત કે કોઇ કર્મચારીઓએ પોતાની ઘણી બાબતોએ વિભાગમાંથી ન્યાયની આશાઓ સાથે અરજી કરી હોય ને કર્મચારી સાવ આશા મુકી દે ત્યારે તેના ગ્રેડ,ફીક્સેશન,જરૂરીયાત,બદલી,બઢતી,કાર્ય ભારણ વિષે વિચારણા થાય,ફાઇલ ઉપર “ચર્ચા” લખાય “પેન્ડીંગ”લખાય “સ્ટેટસ” મંગાવાય “રેકોર્ડ”મંગાવાય જાત જાતના “પત્રક” મંગાવાય “અભિપ્રાય”મંગાવાય પછીય પ્રશ્ર્ન સોલ્વ કરવો હોય તો થાય અથવા અરજી જડે જ નહી ને ઓચીંતુ કઇ દબાણ આવે તો ફરીથી અરજી મંગાવાય . છે ….આવુ તો ન જ કરવુ જોઇએ ને? કર્મચારીઓ તો બોર્ડના હાથપગ છે માટે કર્મચારીઓના પ્રશ્ર્નો સમયસર નહી ઉકેલવાની અમલદારશાહી કે તુમાખીભર્યા વહીવટની નિતીથી સમતલ હેતુથી બંદરીય અને લગત દરેક હેતુ સિદ્ધ કરવા બનાવાયેલુ હજુય લેટીન વર્ડ ધરાવતુ “મેરીટાઇમ” બોર્ડ આત્મમંથન નહી કરે તો માત્ર કાગળોનું ગોડાઉન બની ને રહી જશે તેમ અભ્યાસુઓનું તારણ છે

_____
ગુગલી

ગુજરાતને ૧૬૦૦ કી.મી.લાંબો દરીયો કુદરતી મળ્યો છે તેની જાળવણી જી.એમ.બી.એ કરવાની છે અને દરેક બંદર ઉપરની કામગીરીનું મુલ્યાંકન નિયમીત કરવુ જોઇએ અને ગંભીર ફરીયાદ બાબતે ત્વરીત પગલા લેવા જોઇએ પરંતુ અમુક જિલ્લાઓના સેનાપતિઓની કે સહસરનાપતિઓની જીએમબીની વડી કચેરીના ચોક્કસ અધીકારીઓ અને સચીવાલયના ચોક્કસ ઉચ્ચ અધીકારીઓ સાથે કોને ખબર કેવી સાંઠગાંઠ છે કે આ ગઠબંધનથી અમુક બંદર અઘોષીત રીતે વહેંચાયેલા જ છે ત્યાં ચોક્કસ જુથ જ રાજ કરે છે…..મુખ્યમંત્રીને આ બાબતોથી અજાણ રખાય છે તેવુ લાગે છે ઉપરાંત અમુક ચોક્કસ જુથ ને બંદર ઓફીશયલી પાર્ટલી અપાય બાદ આ સાંઠગાંઠથી પુરેપુરૂ બંદર જાણે પટ્ટે લખી દીધા હોય તેવો વપરાશ પર્યાવરણના ભોગે પણ થાય છે….!! આ બધુ કોણ જોશે??તેમ સચીવાલયમાંથી જાણકારોના સવાલો છે

___________

—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist (govt.accredate)

jamnagar

8758659878

[email protected]

Back to top button
error: Content is protected !!