ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લાની હોટલમાં જમવા જશો, ત્યારે હોટલ માલિક કહેશે, ચૂંટણીમાં મતદાન જરૂરથી કરજો

આણંદ જિલ્લાની હોટલમાં જમવા જશો, ત્યારે હોટલ માલિક કહેશે, ચૂંટણીમાં મતદાન જરૂરથી કરજો

તાહિર મેમણ – આણંદ – 12/04/2024 – લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માં આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત અનેકવિધ નવતર કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં હોટલ માલિકોએ અને આણંદ શહેર, વલ્લભ વિદ્યાનગર અને કરમસદ મિઠાઈ, ફરસાણ, ડેરી પ્રોડક્ટ ઉત્પાદક તથા વિક્રેતા સંગઠન સાથે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કરેલ એમઓયુ મુજબ જે તે હોટલ ખાતે ગ્રાહકો જમવા માટે જાય કે આઈસ્ક્રીમની દુકાને આઈસ્ક્રીમ ખાવા જાય કે શ્રીખંડ લેવા જાય કે ફરસાણ લેવા જાય ત્યારે દુકાન માલિક દ્વારા આગામી ચૂંટણીમાં મતદાન જરૂરથી કરજો તેવું કહેવામાં આવી રહ્યું છે.

ખોરાક અને ઔષધિય નિયમન તંત્રના ડેઝિગ્રેટેડ ઓફિસરશ્રી એન.વી મહેતાએ જણાવ્યું કે, હોટલના માલિકો સાથે મળીને મતદાર જાગૃતિ અભિયાનને આગળ વધારવા માટે હોટલ ખાતે આવતાં ગ્રાહકોને મતદાન અવશ્ય કરજો તેમ જણાવી ગ્રાહકોને અનુરોધ કરવામાં આવે છે કે આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન મે મહિનાની ૭ મી તારીખે યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીના મતદાર જાગૃતિ અભિયાનમાં પોતાનો સહયોગ આપવા વિનંતી પણ કરવામાં આવે છે. આણંદ જિલ્લાની હોટલના માલિકો દ્વારા અને મિઠાઈ, ડેરી, ફરસાણ એસોસિયેશન તરફથી પણ મતદાર જાગૃતિ અભિયાનમાં પૂરતો સહકાર મળી રહે છે, તેમ પણ શ્રી મહેતાએ જણાવ્યું છે.

આણંદ જિલ્લાનો કોઈપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ના રહી જાય તે માટેની પણ સમજ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત આણંદ જિલ્લાની હોટલ ખાતે કે શ્રીખંડ, આઈસ્ક્રીમ, ફરસાણ, મિઠાઈ કે ડેરી પ્રોડક્ટ વેચતી દુકાનો ખાતે પણ મતદાન જાગૃતિ અભિયાનના સ્ટીકરો અને બેનર્સ લગાવવામાં આવ્યા છે, જેના કારણે આવતા જતા ગ્રાહકો મતદાર જાગૃતિ અભિયાનનું આ લખાણ વાંચે છે અને પોતે મતદાન કરશે તેમ જણાવી રહ્યા છે અને મતદાન કરવા બાબતે જાગૃત બની રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!