કેમ ભણશે ગુજરાત??ગામડાઓમાં શિક્ષકોની ઘટ
જામ જોધપુર તાલુકાનાબાવળીદર ગામે શિક્ષકો ની સ્કુલને તાળાબંધી ની સરપંચ ની ચીમકી
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જીલ્લાના જામ- જેધપુર તાલુકાનાબાવળી દળ ગામમાં ગામમાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ હોય જેની જગ્યાએ જે શિક્ષકો ની જરૂરીયાત હોય તેમની સામે માત્ર એક જ શિક્ષક છે જે બીજા શિક્ષક હતા તેઓમાં દેવાયતભાઇ કછોટ જે શિક્ષક છેલ્લા એક વર્ષથી રજા ઉપર હોય જેમની જગ્યાએ બીજા શિક્ષક જે અમારા ગામના નારીયા નરેશભાઇ જે હાલ મોટી બિમારી હોય જે પણ હાલ રજા ઉપર હોય તો આ બાબતે અમોએ ઘણી વખત રજુઆત કરવા છતા એક શિક્ષક અમારા ગામના છે તેમને મુકવામાં આવ્યા તો તે બિમારી થી રજા ઉપર છે.
સરપંચે વધુ મા જણાવ્યુ છે કે હવે અત્યારે અમારા ગામમાં 8 (આઠ) ધોરણ સામે માત્ર એક જ શિક્ષક છે અને તેમની પાસે પ્રિન્સિપાલ નો ચાર્જ છે તો હવે કા તો આ અંગે વૈકલ્પિક વ્યસ્થા કરો અથવા તો અમો સ્કુલ ને તાળા બંધી કરી દઇએ. આ અંગે યોગ્ય કરવા અનેક વખત રજુઆત કરવા છતાં કાઇ નિર્ણય આવતો નથી. જો આ અંગે કોઇ નિર્ણય ન આવે તેમ હોય તો અમે ગાંધી ચિંધયા માર્ગે સ્કુલ તાળા બંધી કરવા માટે મજબુર ન થવુ પડે માટે યોગ્ય કરી અમારા ગામમાં બાળકો નું ભવિષ્ય ન બગડે તે માટે યોગ્ય કરવા જીલા વિકાસ અધીકાર ને સરપંચ દવારા પત્ર પાઠવાયો છે