GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે યોજાનાર લખપતિ દીદી’ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ સંભાળશે..

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુર્ણા તોરવણેના સુપરવિઝન હેઠળ ૨૪૨૦ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ મળીને એરપોર્ટ રૂટથી લઈને સમગ્ર કાર્યક્રમની સુરક્ષાની વ્યવસ્થા સંભળાશે
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૮મી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ૧.૫૦ લાખથી વધુ મહિલાઓ સહભાગી થશે. ત્યારે આ કાર્યક્રમમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી માત્રને માતા મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ સંભાળશે. આ નિર્ણય માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પોલીસિંગ અને લૉ એન્ડ ઓર્ડર ક્ષેત્રે માઇલ સ્ટોન સ્ટેપ સાબિત થશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે, વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં લો અને ઓર્ડરથી લઈને સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. હેલિપેડથી લઈને રૂટ, અને રૂટથી લઈને સભા સ્થળની સપૂર્ણ વ્યવસ્થાઓની ઉપર ગુજરાતના મહિલા પોલીસની ચાંપતી નજર રહેશે.

સમગ્ર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુર્ણા તોરવણે રહેશે. સમગ્ર બંદોબસ્ત વ્યવસ્થા ૨૧૪૫ મહિલા પોલીસ કોન્સ્ટેબલ, ૧૮૭ મહિલા પી.એસ.આઇ., ૬૧ મહિલા પી.આઇ., ૧૯ મહિલા ડી.વાય.એસ.પી., ૦૫ મહિલા એસ.પી., ૦૧ મહિલા ડી.આઇ.જી. અને ૦૧ મહિલા અધિક પોલીસ મહાનિદેશકશ્રી દ્વારા કરવામાં આવશે અને કાર્યક્રમની વ્યવસ્થા સંભળાશે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોજનાર આ  કાર્યક્રમમાં મહિલા શક્તિ ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાની મહત્વની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે તે અંગેનો ખૂબ મોટો સંદેશો આપશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ભારતનો આ સૌ પ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ બનશે, જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા વડાપ્રધાનશ્રીની સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત સાંભળવામાં આવશે. બીજી તરફ પુરુષ પોલીસ અધિકારી- કર્મચારીઓ માત્ર પાર્કીંગ અને ટ્રાફીક મેનેજમેન્ટ જેવી જગ્યાએ રહેશે. મુખ્ય કાર્યક્રમ સહિત અન્ય તમામ સ્થળો પર મહિલા પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે તે માટે મંત્રીશ્રીએ મહિલા અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!