AMRELIGUJARATRAJULA

રાજુલા પટેલ વાળી ખાતે મહિલા દિવસની વિષય ઉજવણી

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલા શહેરમાં પટેલ વાડી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ્ય ઉજવણી કરવામાં આવી

એ.પી.એમ.ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ સી એસ આર દ્વારા ઉડાન પ્રોજેક્ટ કાર્યરત છે. જેનું અમલીકરણ ‘વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેનીંગ સેન્ટર’ (VRTI) સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તે અંતર્ગત 7 માર્ચ 2024 ના રોજ પટેલવાડી રાજુલા ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજવણી નો પ્રોગ્રામ કરવામાં આવ્યો. જેમાં આજુ બાજુના ગામોમાંથી સંગઠનોમાં જોડાયેલી 200 મહિલાઓ જોડાઈ હતી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે મનાવવામાં આવે છે. જે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રોમાં મહિલાઓની વૈશ્વિક પ્રગતિને અને યોગદાનને યાદ કરે છે. આ દિવસ લીંગ સમાનતા ને પ્રોત્સાહન આપવા અને સામાજિક પરિવર્તન ને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક છે. આ પ્રોગ્રામમાં આ વખતની થીમ મુજબ મહિલાઓના વ્યવસાયમાં રોકાણ થકી આત્મનિર્ભરતા આવે તે ઉપર છે જેમાં એ.પી.એમ.ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ સી એસ આર માંથી ડૉ. શૈલેન્દ્ર ગુપ્તાસર અને મુખ્ય અતિથિવિશેષ મયુરા મિશ્રા કાર્યક્રમમાં જોડાયા હતા. આ સિવાય ઘણી સ્ટ્રગલ કરી બહાર આવી પોતાની ઓળખ ઉભી કરી છે તેવી મહિલાઓ અને RSETI ટ્રેનીંગ સેન્ટરમાંથી મહિલાલક્ષી તાલીમો બાબતે ફિરોજભાઈએ માર્ગદર્શન આપ્યું. આ સિવાય VRTI સંસ્થામાંથી જીજ્ઞાબેન, રોહિતભાઈ તેમજ ટીમના સભ્યો અને SHG ની આગેવાન બહેનોએ પોતાના અનુભવો અંગે રજૂઆત કરી.

આ કાર્યક્રમનું સંચાલન નરશીભાઈ જીજાળા દ્વારા કરવામાં આવ્યું અને ગુજરાત પીપાવાવ પોર્ટ સાથે સંકળાયેલ સ્વદીપ સંસ્થા અને સેડી સંસ્થા દ્વારા પોતાના કાર્ય અંગે રજૂઆત કરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!