GUJARATKUTCHMUNDRA

મુન્દ્રાની બી. એડ. કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી.

માં ના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા આજે વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાય છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે.

મુન્દ્રા, તા.26 : માં ના ખોળેથી પ્રાપ્ત થયેલી ભાષા તે માતૃભાષા. એટલે જ કહેવાય છે કે માં, માતૃભાષા અને માતૃભૂમિનો બીજો કોઈ પર્યાય નથી હોતો. આજે વિશ્વમાં સાતેક હજાર ભાષાઓ બોલાય છે જ્યારે ભારતના લોકો 427 જેટલી ભાષા સાથે વિવિધ બોલીઓ બોલે છે. દુનિયાની દરેક ભાષાએ કોઈકને કોઈકની માતૃભાષા હોય છે. એ દરેક ભાષાને યોગ્ય સન્માન મળે અને બધી જ ભાષાઓ જળવાઈ રહે તે હેતુથી વર્ષ 2000થી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજી ગ્લોબલ લેંગ્વેજ છે પરંતુ માણસનો જન્મ જે પ્રદેશમાં થયો હોય અને એને ગળથુથીમાં મળેલી માતૃભાષાને ભૂલે નહી તે માટે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાય છે જે અનુસંધાને વિશ્વ સહિત ભારતભરમાં ઉજવણી કરવામાં આવી ત્યારે મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજમાં પણ “વિશ્વ માતૃભાષા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.જ્ઞાન ધારા અંતર્ગત કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડો. દિનેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન તૃષ્ણા કેરાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. માતૃભાષા અંગે જુદા-જુદા સર્જકોના અભિપ્રાયો રજૂ કરતી અભિવ્યક્તિ ભદ્રિકા ગાગલ દ્વારા કરવામાં આવી હતી. તેમજ વર્ષા મહેશ્વરીએ માતૃભાષાનો મહિમા રજુ કરતું વાંચન કર્યું હતું. ત્યારબાદ વંદના માંગલીયા, બંસરી મોગા અને વાલબાઈ સેડા દ્વારા ગુજરાતી ભાષાની કેટલીક કવિતાઓનું ગાન કરવામાં આવ્યું હતું. તો વળી આસ્મિન માંજોઠી અને શિવાની રાઠોડ દ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું. ભાવીની મહેશ્વરીએ વર્ષા અડાલજાની કૃતિનો ટુંકમાં પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અંતે કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે ભાષા જતન અને સંવર્ધન વિશેના વિચારો રજૂ કરતા માતૃભાષા જીવંત રાખવા માટે ભાવિશિક્ષકો શું કરી શકે એ અંગે પ્રકાશ પાડ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિરાલી હાલાઈ અને કૃપાલી સોનીએ કર્યું હતું. જ્યારે એકતા ગોર દ્વારા માતૃભાષાના માર્ગદર્શક અધ્યાપકનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સૌ તાલીમાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!