નવસારી જિલ્લામાં ચીખલી ખાતે નારી સંરક્ષણ કેંદ્ર ખુંધ દ્વારા યોગ દિવસ ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૩: નારી સંરક્ષણ કેંદ્ર ખુંધ,ચીખલી, નવસારી ખાતે ગત તા.૨૧ જૂન ૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અધિકારીશ્રી,નવસારી રમત ગમત યુવા સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ યોગ કોચ ચેતનાબેન વી.ગધેસરિયા તથા ૦૪-યોગ સાધક સાથે હાજર રહ્યા હતા. યોગ દિવસ ઉજવણી દરમિયાન નારી સંરક્ષણ કેંદ્ર-ખુંધ, ચીખલી ખાતે આશ્રય લઈ રહેલ ૧૦-આશ્રિત બહેનો અને સંસ્થાના મેનેજરશ્રી ભાવિના બી.આહિર તથા ૦૬-સ્ટાફ સામેલ રહ્યા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ કોચ તથા યોગ સાધક દ્વારા યોગનું મહત્તવ સમજાવવામાં આવ્યું હતું. આમ,નારી સંરક્ષણ કેંદ્ર ખુંધ,ચીખલી ખાતે યોગ કોચ તથા યોગ સાધક અને નારી સંરક્ષણ કેંદ્રની આશ્રિત બહેનો તથા નારી સંરક્ષણ કેંદ્રના મેનેજર અને તમામ સ્ટાફ ભેગા મળી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.