થરા કૉલેજમાં ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીની ઉજવણી કરાઈ..
થરા કૉલેજમાં ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીની ઉજવણી કરાઈ..

થરા કૉલેજમાં ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીની ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકા મુખ્ય મથક થરામા આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જ્યંતીની ૩૧મી ઓગસ્ટ ૨૦૨૬ ના ઉત્સાહભેર ઉજવણી કૉલેજનાં IQAC વિભાગ અંતર્ગત ગુજરાતી વિભાગ દ્વારા પ્રિ.ડૉ. દિનેશકુમાર ચારણનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. મયંકભાઈ જોષીએ શાબ્દિક શબ્દો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરી મેઘાણીનાં જીવન ઝરમરને રજૂ કરી તેમનાં ગ્રંથો ની રસલક્ષી સમીક્ષા કરેલ.ડૉ. દિનેશભાઈ ચારણે પ્રાસંગિક પ્રવચનમાં “ઝવેરચંદ મેઘાણી : સાહિત્ય અને રાષ્ટ્ર્રભાવના” વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી મહાત્મા ગાંધી દ્વારા તેમને આપવામાં આવેલ ‘રાષ્ટ્રીય શાયરનો’ ખિતાબ તેમનાં કાર્ય નું શ્રેષ્ઠ સન્માન છે,તે સાર્થક કરેલ.ડૉ.રામ સોલંકીએ ‘ચારણ કન્યા’ રચનાનું પઠન કરી જણાવેલ કે,મેઘાણી માત્ર કવિ ન હતા,લોકગીતોને લોકકથાઓને એકત્રિત કરીને ગુજરાતી લોકપરંપરાને જાળવી રાખનાર અગ્રણી સર્જક હતા તે વિશે માહિતગાર કરેલ BASem- 05 નાં વિદ્યાર્થી ભાઈ-બહેનો એ ‘યુગવંદના કાવ્યસંગ્રહનાં કાવ્યોનું પઠન કરેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 32530



