NATIONAL

સ્તન અને ફેફસાના કેન્સરની સારવારમાં વપરાતી દવાઓની કિંમતમાં ઘટાડો કરવાનો સરકારનો આદેશ

NPPA એ કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ દવાઓ, Trastuzumab, Osimertinib અનેDurvalumab ની MRP (મહત્તમ છૂટક કિંમત) ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.

દેશમાં લોકોને સસ્તા ભાવે આવશ્યક દવાઓ મળતી રહેવી જોઈએ. આ માટે સરકાર દવાઓના ભાવને નિયંત્રિત કરે છે. હવે સરકારે દિવાળી પહેલા કેન્સરના દર્દીઓને મોટી રાહત આપી છે. જેના કારણે કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ મોટી દવાઓની MRP ઘટવા જઈ રહી છે. આ માટે સરકારે આદેશો પણ આપ્યા છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) દેશમાં આવશ્યક દવાઓના ભાવને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. હવે NPPA એ કેન્સરની સારવારમાં વપરાતી ત્રણ દવાઓ, Trastuzumab, Osimertinib અનેDurvalumab ની MRP (મહત્તમ છૂટક કિંમત) ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.
આમાંથી, Trastuzumab નો ઉપયોગ સ્તન કેન્સરની સારવારમાં થાય છે, જ્યારે Osimertinibનો ઉપયોગ ફેફસાના કેન્સરની સારવારમાં થાય છે અને Durvalumab નો ઉપયોગ બંને પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે.
આ કેન્સરની દવાઓની કિંમતોમાં ઘટાડો કરતી વખતે, સરકારે કહ્યું છે કે સામાન્ય લોકોને ઓછી કિંમતે આવશ્યક દવાઓ મળતી રહે તે સુનિશ્ચિત કરવા તે તેની પ્રતિબદ્ધતા છે. આથી NPPAએ દવાઓની મહત્તમ કિંમત ઘટાડવા સૂચના આપી છે. તાજેતરમાં, આ દવાઓ પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે કેન્દ્રીય બજેટ 2024-25માં, આ દવાઓ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
સરકારનું કહેવું છે કે ટેક્સ કાપાતની અસર દવાઓની કિંમત પર પણ દેખાવી જોઈએ. હવે સરકારે તેમની MRP ઘટાડવાનો આદેશ આપ્યો છે. નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગે આ વર્ષે 23 જુલાઈના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં ત્રણ દવાઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને શૂન્ય કરવામાં આવી હતી.
સરકારે હાલમાં જ આ દવાઓ પરનો GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. તેથી, કંપનીઓએ 10 ઓક્ટોબર, 2024 થી જ તેની MRP ઘટાડવી પડી, કારણ કે તેની નવી MRP તે દિવસથી અસરકારક માનવામાં આવશે. ઉત્પાદકોને એમઆરપી ઘટાડવા અને ભાવમાં ફેરફાર અંગે ડીલરો, રાજ્ય દવા નિયંત્રકો અને સરકારને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.લેન્સેટના અભ્યાસ મુજબ ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધીને 14 લાખથી વધુ થઈ ગઈ છે. દર વર્ષે વધારો થવાનો ટ્રેન્ડ છે. વર્ષ 2020માં તે 13.9 લાખ હતી, જે 2021માં વધીને 14.2 લાખ થઈ ગઈ, જ્યારે 2022માં તેમની સંખ્યા 14.6 લાખ થઈ.

Back to top button
error: Content is protected !!