JUNAGADH

જૂનાગઢની છાંયા બજારમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરનાર ચોરને ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ

જૂનાગઢની છાંયા બજારમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરનાર ચોરને ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જીલ્લા તથા શહેરમાં બનતા ચોરી, લૂંટ, ઘરફોડ જેવા ગુન્હાના આરોપીઓને તાત્કાલિક પકડી કાર્યવાહી કરવાના રેન્જ આઈ.જી મંયકસિંહ ચાવડા અને જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા
આદેશ કરવામાં આવેલ હોય. જેના અનુંધાને ડીવાયએસપી હીતેશ ધાધલ્યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં લૂટ, ચોરી, ચીલઝડપના બનાવો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ.ડીવી.પો.સ્ટે.ના પીઆઈ એમ.એમ.વાઢેર તથા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય. જે અનુસંધાને એ.ડીવી.પીઆઈ. એમ.એમ.વાઢેરએ સદરહુ ગુન્હા બાબતે તુરંત જ ગુન્હા નિવારણ પો.સ્ટાફના માણસોને ગુન્હાના આરોપી શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરતા ગુન્હા નિવારણ સ્કોડના પો.સબ.ઈન્સ જે.આર.વાઝા તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો.કોન્સ કલ્પેશભાઈ તથા વીક્રમભાઈને બાતમી મળેલ કે ઉપરોક્ત ગુન્હામા સંડોવાયેલ આરોપી શહેરના માંડવી ચોક પાસે ચોક્સી બજારમા સોનાના દાગીના વેચવા નીકળેલ હોય જે બાતમી આધારે તપાસ કરતા આરોપી ફૈઝલ ઉર્ફે બાડો હુશેનભાઇ મુછાણી મળી આવેલ આરોપીની તલાશી લેતા સોનાના કળાની જોડી નંગ-૧ વજન આશરે ૧૦ગ્રામ, સોનાની એક માળા વજન આશરે ૦૫ ગ્રામ, ચાંદીના એક જોડી છળા વજન આશરે ૨૦ ગ્રામ મળી કુલ રૂ.૬૩,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!