SAGBARA

આધુનિક યુગમાં બળદથી હળ જોતરતો ખેડુત : પરંપરાગત વારસો હજુ જીવંત રાખનાર જગતનો તાત,

આધુનિક યુગમાં બળદથી હળ જોતરતો ખેડુત : પરંપરાગત વારસો હજુ જીવંત રાખનાર જગતનો તાત,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પોંમલાપાડા ગામે એક ખેડૂત આજના આધુનિક અને યાંત્રિક યુગમાં પણ પરંપરાગત પદ્ધતિથી બળદ વડે હળ ચલાવી ખેતી કરતા નજરે પડ્યા હતા. જ્યાં એક તરફ ખેતીમાં ટ્રેક્ટર અને આધુનિક મશીનરીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં આ ખેડૂત પોતાના શ્રમ અને બળદ આધારિત ખેતી પર વિશ્વાસ રાખી ખેતી કાર્ય કરી રહ્યા છે.

ડીઝલ અને પેટ્રોલના સતત વધતા ભાવો તેમજ મોંઘી બનતી મજૂરી વચ્ચે ખેડૂત જાતે જ ખેતરમાં મહેનત કરીને ખેતી કરતા જોવા મળ્યા હતા. બળદ વડે હળ ચલાવવાની આ પદ્ધતિ માત્ર ખર્ચ બચાવતી નથી, પરંતુ જમીનની કુદરતી રચનાને પણ જાળવી રાખવામાં મદદરૂપ બને છે.

જગતનો તાત કહેવાતા ખેડૂતની આ મહેનત અને સંઘર્ષ આજના યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે. આધુનિક સુવિધાઓ વચ્ચે પણ પરંપરાગત ખેતી પદ્ધતિઓનું મહત્વ આજે પણ અકબંધ હોવાનું આ દૃશ્ય સ્પષ્ટ કરે છે. ખેડૂતની મહેનત અને ધરતી સાથેનો તેમનો અતૂટ સંબંધ ખેતીના મૂળ મૂલ્યોને જીવંત રાખી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!