SAYLA

*સરલા બસસ્ટેન્ડ થી દૂધ‌ઈ ના રસ્તા ઉપર ઘુંટણ સમા પાણી ભરાયા*

સરલા બસસ્ટેન્ડ આસપાસ ગેરકાયદેસર દબાણ ખડકી દેવાતા કુદરતી વહેણ થયું બંધ*

સુરેન્દ્રનગર જીલ્લા નાં મુળી તાલુકાનાં સરલા ગામે બસસ્ટેન્ડ આસપાસ ગેરકાયદેસર દબાણ કરી દુકાનો ખડકી દેવામાં આવી છે સાથે સાથે માટી ના પાળા કરવામાં આવતા દુધ‌ઈ ગામે જતો રસ્તો રીતસર દબાણ થી બંધ થવા સાથે કુદરતી વહેણ બંધ થતા ઢીંચણ સમા પાણી મા થી વાહનચાલકોને પસાર થવું પડે છે બસસ્ટેન્ડ માં પણ મુસાફર બેસી શકે તેમ નથી અને બસસ્ટેન્ડ માં પણ ગેરકાયદેસર દબાણ ખડકી દેવામાં આવેલ હોય ત્યારે મુળી મામલતદાર ને આ દબાણ જોવા માં આવતા નથી પરંતુ એક હનુમાનજી મંદિર નું ગેરકાયદેસર દબાણ રાજકીય નજરે મામલતદાર ને જોવા મળેલ અને તુરંત જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં પાવરધા મામલતદાર ને આ વાહનચાલકો રાહદારી ની પરેશાની કેમ દેખાતી નહીં હોય તે મોટો સવાલ છે હાલ બસ સ્ટેન્ડ‌ તો દારૂડીયા નો અડ્ડો બની ગયું છે અને બહેન દિકરી ઓને રસ્તા ઉપર ઉભા રહેવું પડે તેવી પરિસ્થિતિ તો હતી જ ત્યા પાણી વહેણ બંધ કરાતા હવે ચાલી શકે તેમ પણ નથી ત્યારે સરકારી તંત્ર આ ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર દબાણ ને દુર કરી પાણી નો નિકાલ કરવામાં આવે તેમ ગામલોકો એ જણાવ્યું હતું પહેલા વરસાદ નું આગમન હાલ વાહનચાલકોને પરેશાન કરતુ સાબિત થયું છે

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા,સાયલા

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]
Back to top button