SAYLA

સાયલા ખાતે આઈટીઆઈ દ્વારા આંગણવાડી કાર્યકરો સાથે બેઠક યોજી

ગામડાની કિશોરીઓ ટેકનિકલ શિક્ષણ મેળવી પગભર બને તે હેતુથી આઈટીઆઈ સાયલા દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો સાથે વિશેષ બેઠક યોજાઈ.સાયલા ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓ અને યુવતીઓ વ્યાવસાયિક તેમજ ટેકનિકલ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની શકે તેવા ઉમદા આશય સાથે આઈટીઆઈ સાયલા ટીમ અને આઇસીડીએસ ટીમ સાથે મળી ને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈ સાયલાના પ્રિન્સિપાલ શ્રી પિયુષકુમાર સી. પટેલ અને તેમની ટીમ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો સાથે એક ખાસ મિટિંગ યોજીને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન પ્રિન્સિપાલ શ્રી પિયુષકુમાર પટેલ અને આઈટીઆઈની ટીમ દ્વારા ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનોને સંસ્થામાં ચાલતા વિવિધ રોજગારલક્ષી કોર્સીસ (વિવિધ ટ્રેડ) વિશે વિગતવાર અને ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ સાથે જ કોર્સને લગતી તમામ વિગતો દર્શાવતી માહિતી પુસ્તિકા અને પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ મિટિંગનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય સ્તરે સીધા સંપર્કમાં રહેતા આંગણવાડી કાર્યકર બહેનો પોતાના ગામની કિશોરીઓ અને તેમના વાલીઓને આઈટીઆઈમાં ઉપલબ્ધ વિવિધ કોર્સીસ અને પ્રવેશ પ્રક્રિયા વિશે સાચી માહિતી આપી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે. જો ગામડાની કિશોરીઓ આઈટીઆઈ સાયલા ખાતે પ્રવેશ મેળવીને ટેકનિકલ કે વ્યાવસાયિક કોર્સ પૂર્ણ કરશે, તો તેઓ ભવિષ્યમાં પોતાના પગ પર ઊભા રહેવા (પગભર થવા) સક્ષમ બનશે.આઈટીઆઈ સાયલાના પ્રિન્સિપાલ શ્રી અને તેમની ટીમ દ્વારા કરાયેલા આ સરાહનીય પ્રયાસને કાર્યકર બહેનોએ બિરદાવ્યો હતો અને ગ્રામ્ય સ્તરે કિશોરીઓ સુધી આ સંદેશો પહોંચાડવાની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!