સાયલાના સીતાગઢ – કંસાળા ત્રણ ગામોમાં સરપંચ વિજેતા જાહેર થયા.
સીતાગઢ કંસાળા સંયુક્ત ગ્રા. પં. માં ત્રી પાંખિયા જંગ વચ્ચે 87% મતદાન નોંધાયું હતું.રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાઈ હતી. જે સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનાં ત્રણ ગામોને આજે મળ્યા નવા સરપંચ. વિજેતા સરપંચ ઉપસરપંચ સાથે સમર્થકોએ સૂત્રોચાર પોકારીને જય ઘોષના નારા લગાવ્યા હતા.સાયલા તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતમાં ગત તા. 22 જુને ચૂંટણી યોજાઈ હતી. જેમાં સાયલા તાલુકાના ત્રણ ગામના સરપંચ નું પરિણામ આજે જાહેર થયું હતું. તાલુકાના સીતાગઢ, કંસાળ સંયુક્ત ગ્રામ પંચાયતમાં વિક્રમભાઈ કુકવાવા ની 265 મત થી જંગી જીત થવા પામી છે. સીતાગઢ, કંસાળા સંયુક્ત ગ્રામ પંચાયતમાં આશરે 87% જેટલું મતદાન નોંધાયું હતું.સાયલા મામલતદાર કચેરી ખાતે આજે બુધવારે મત ગણતરી દરમિયાન ઉમેદવાર તથા તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાયલાના સીતાગઢ અને કંસારા ગામે ત્રિ પાંખીઓ જંગ ખેલાતા વિક્રમભાઈ કુકવાવા નો 265 મતે વિજય થયો છે.છેલ્લા ઘણા સમયથી વહીવટદાર શાસનમાંથી છુટકારો થતા લોકોમાં આનંદ છવાયો હતો. હવે સીતાગઢ, કંસાળા ગામે પ્રાથમિક સુવિધા ને લઈ લોકો સરપંચ સહિતની નવી બોડી ને રજૂઆત કરી શકશે. આમ અપેક્ષા મુજબના પરિણામો પ્રાપ્ત થતા સાયલાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મત ગણતરી ને ધ્યાનમાં લઇ મત ગણતરી સ્થળ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંધોબસ્ત ગોઠવ્યો હતો.
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા



