SAYLA
સાયલા ઓવરબ્રિજ નીચે દવા પીધેલ હાલતમાં અજાણ્યા શખ્સ ની લાશ મળી આવી..
સાયલા ઓવરબ્રિજ નીચે દવા પીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી.સુરેન્દ્રનગરના જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ ચામુંડા હોટલ સામે ઓવરબ્રિજ નીચે અજાણ્યા શખ્સો નો ઝેરી દવા પીધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો.અજાણ્યા પુરુષે સવારનાં સમયે સાયલા ઓવરબ્રિજ નીચે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હોવાનું સામે આવ્યું..બનાવ અંગે પોલીસને જાણ કરાતા અને પોલીસ દોડી ગઈ ત્યારબાદ પી.એમ. અર્થે લાશને સુરેન્દ્રનગર હોસ્પિટ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મોકલી, પરિવારની ઓળખ ઉભી થાય તેવી કાર્યવાહી કરવામાં આવી છે.મૃતક પાસેથી કોઈ ડોક્યુમેન્ટ મળી ન આવતા ઓળખ માટે આગળની તપાસ હાથ ધરી છે..
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા