THARADVAV-THARAD

પઠામડા ગામે સોલાર લાઇન સામે ખેડૂતનો રોષ: ‘ખેતરમાં હેવી વાયર નહીં બાંધવા’ની કલેક્ટરને લેખિત રજૂઆત”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

થરાદ તાલુકાના પઠામડા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં સોલાર કંપની દ્વારા હેવી વીજ લાઇન પસાર કરવાની કામગીરીનો વિરોધ નોંધાવતા વાવ-થરાદના જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

અરજદાર રવતાભાઈ દેવાભાઈ હડીયલે જણાવ્યું છે કે તેમના માલિકીના ખેતીના ખેતરમાં સોલાર કંપની દ્વારા હેવી વાયર લાઇન પસાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ લાઇનના કારણે ભવિષ્યમાં બોર બનાવવા, કૃષિ વિકાસના કામો કરવા તેમજ ખેતીની કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા હોવાનું તેમણે રજૂઆતમાં જણાવ્યું છે.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે હેવી વાયર લાઇનના કારણે લાખો રૂપિયાના બોર અને ખેતીને નુકસાન થવાની ભીતિ છે. તેથી તેમની સંમતિ વિના ખેતરમાં હેવી વાયર લાઇન ન બાંધવામાં આવે અને જો લાઇન પસાર કરવી જ હોય તો સંતોષકારક વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ખેડૂતે આ મામલે યોગ્ય તપાસ કરી ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જિલ્લા તંત્રને વિનંતી કરી છે. હવે જિલ્લા વહીવટી તંત્ર આ રજૂઆતને લઈને શું નિર્ણય લે છે તેના પર સ્થાનિક ખેડૂતોની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!