GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા પ્રદૂષણ અટકાવવા સ્થાનિક ગામજનોએ આપ્યું કલેકટરને આવેદનપત્ર

TANKARA ટંકારા પ્રદૂષણ અટકાવવા સ્થાનિક ગામજનોએ આપ્યું કલેકટરને આવેદનપત્ર

અગાઉ ત.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ લજાઈ ગામમાં આવેલી ચીલકીલ ફુડ પ્રા. લી. ઠવારા લજાઈ ગામમાં થતું પ્રદુષણ તત્કાલીક અટકાવવા તથા યોગ્ય કાર્યવાહી કરવા અંગે લેખીતમાં રજૂઆત કરેલ હોય છતા સદરહુ ફેકટરી ચાલુ હોય અને પ્રદુષણ કરવાનુ ચાલુ હોય જેથી આ પ્રદુષણ તાત્કાલીક અટકાવતા પગલા લેવા અંગે મોરબી જિલ્લા કલેક્ટર ને રજુઆત કરાઈ

ટંકારા તાલુકાનું લજાઈ ગામ રાજકોટ હાઈવે ની બાજુમાં આવેલુ ગામ છે. આ ગામમાં ઘણા બધા લોકો તેમના પરીવાર સાથે વસવાટ કરે છે.જેમાં બાળકો તથા વૃધ્ધ લોકો કાયમી વસવાટ કરે છે. લજાઈ ગામમાં આવેલી ચીલફીલ ફુડ પ્રા.લી. દવારા એર પોલીયુશન તેમજ ગટરનુ પાણી ખુલ્લા રોડ તેમજ ખેડુતો ને પાણી પોચાડતી કેનાલ મા છોડવામાં આવે છે. ચીલફીલ ફુડ પ્રા.લી. તેમા વૈફર તેમજ વિવિધ પ્રકારના નમકીન બનાવવામાં આવે છે. આ કંપની છેલ્લા ૬ (છ) માસથી લજાઈ ગામમાં એર પોલીયુશન તેમજ ગટરનુ પાણી ખુલ્લા રોડ તેમજ ખેડુતો ને પાણી પહોચાડતી કેનાલ મા છોડવામાં આવે છે. આવા પ્રકારની ગંદકી તેમજ એર પોલીયુશનથી ગ્રામજનોના સ્વાસ્થયને ખુબજ હાની પહોચેલ છે. તેમજ આજુ બાજુમાં રહેતા લોકોના આવી પ્રકારની ગંધથી કાયમી માનસીક સ્થિતી ખરાબ છે. અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી ઉભી થાય છે. આ દૃગંધના કારણે લજાઈ ગામ માં રહેતા લોકોને તેમના ઘરમાં પણ રહેવું મુશ્કેલ થઈ પડયુ છે.

લજાઈ ગ્રામજનો દ્વારા સદરહુ કંપનીને અનેકવાર મોખીક રજુઆત કરવામાં આવેલી અને અમો ગ્રામજનોને થતી તકલીફ અંગે જણાવેલ છે. પરંતુ સદરહુ કંપની દ્વારા ગ્રામજનોની રજુઆતને ધ્યાનમાં લીધેલ નથી. અને કંપની દ્વારા કોઈ યોગ્ય પગલા તેમજ કોઈ ગંભીરતા લેવામા આવેલી નથી

સદરહુ કંપની ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોય, તેમજ આજબાજુ વિસ્તારમાં રહેણાંક મકાનો આવેલા હોય, આ દૃગંધથી રહેણાંક કરતા લોકોને ખુબજ તકલીફ ઉભી થતી હોય તેમજ સદરહુ કંપનીની ચીમની માંથી કાળી ડસ્ટ આજુબાજુમાં રહેતા લોકોના ઘરે ઉડીને જતી હોય અને ખાવાપીવાની વસ્તુમાંઓ દ્વારા પણ આ ડસ્ટ ગ્રામજનોના શરીરમાં જતી હોય જેનાથી સ્વસ્થ્ય સબંધી બીમારી થઈ શકે તેમ હોય અને મોટો રોગચાળો ફાટી નીકળે તેમ હોય. તેમજ સદરહુ કંપનીની એકદમ બાજુમાં આંગણવાડી તેમજ સ્કુલ આવેલી હોય જેથી આ દૃગંદથી નાના બાળકોના સ્વાસ્થ પર ખુબજ ગંભીર અસર પડે છે. અને અને બાળકો આ દુગંધના કારણે અવારનવાર બીમાર પડે છે. જેથી બાળકોના સ્વાસ્થ અને બાળકોના ભવિષ્યની પણ ચીંતા થતી હોય અને આવી ગંભીર પ્રકારની ગંઘ તેમજ ગટરના પાણીનો યોગ્ય નીકાલ ન હોવાથી અને આ ખુલ્લુ ગટરનુ પાણી રોડ ઉપર છોડવાથી ગંભીર પ્રકારની બીમારી થાય છે. અને આ બાબતે અનેકવાર કહેવા છતા કંપની દ્વારા કોઈ નકકર પગલા લેવામાં આવેલ નથી. કે ગ્રામજનોની રજુઆતો ધ્યાને લેવામાં આવેલ નથી. તેમજ આ ચીલફીલ ફુડ પ્રા.લી. કંપની સામે યોગ્ય તેમજ કાયદેસર પગલા લેવા સદરહુ ચીલફીલ ફુડ પ્રા.લી. કંપનીને સીલ કરી આ કંપની દ્વારા લજાઈ ગામના રહેણાંક વિસ્તારમાં ઉત્પાદન થતુ બંધ કરાવવા આ કંપની વીરુધ્ધ કડક પગલા લેવા સમગ્ર ગ્રામજનોઓ એ અગાઉ તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ મોરબી જિલ્લા કલેક્ટરને અરજ કરેલ હતી.

લજાઈ ગામના ગ્રામજનો મોરબી જિલ્લા કલેક્ટરને અરજ કરેલ હતી છતા પણ છતા સદરહુ ફેકટરી હાલમાં ચાલુ હોય અને પ્રદુષણ કરવાનુ ચાલુ હોય જેથી આ પ્રદુષણ તાત્કાલીક અટાવતા પગલા લેવા મોરબી જિલ્લા કલેક્ટરને માનસર નમ્ર અરજ છે. જો આ ફેકટરીનુ પ્રદુષણ આમને આમ ચાલુ રહેશે અને ગ્રામજનોની આ રજુઆત છતા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો અમો લજાઈ ગામના ગ્રામજનો ઉપવાસ આંદોલન કરશુ. અને ઉપવાસ આંદોલન કરવા છતા પણ જો અમારી રજુઆત અંગે કોઈ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો અમો ગ્રામજનો રોડ પર ચકકાજામ કરી રોડ રોકો આંદોલન કરશું. અને છતા રજુઆત ધ્યાને લેવામાં નહી આવે અને કોઈ કડક પગલા લેવામાં નહી આવે તો અમો ગ્રામજનોને ના છુટકે કાયદો હાથમાં લઈ આ ચીલફીલ ફુડ પ્રા.લી. કંપની પર હલ્લાબોલ કરી સદરહુ કંપની બંધ કરાવવાની ફરજ પડશે. અને તમામની જવાબદારી મોરબી જિલ્લા કલેક્ટરના શીરે આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!