LAKHTARSURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લામા 20 દિવસથી પાણી માટે વલખા મારતા લખતર તાલુકાનાં સદાદનાં ગ્રામજનો

તા.16/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે અને પાણી માટેના પોકારો પડી રહ્યા હોવાનું હાલમાં જાણવા મળે છે ત્યારે અનેક ગામડાઓ અને અનેક છેવાડાના વિસ્તારોમાં હજુ આજે પણ ઝાલાવાડમાંથી નર્મદા યોજના પસાર થાય છે પરંતુ તેના પૂરતા પ્રમાણમાં લાભ ન મળતા હોવાનું અનેક ગામમાં અનેક વાર રજૂઆતો થઈ હોવાનું સામે આવ્યું છે લખતર ખાતે એશિયાનો સૌથી મોટો પંપ આવેલો છે અને જેના માટે નર્મદા કેનાલ માટે સૌરાષ્ટ્રના છેવાડા સુધી જ્યારે પાણી પહોંચાડાય છે ત્યારે લખતરના બાજુના ગામડાઓમાં જ છેલ્લા 20 દિવસથી પાણી ન મળતા આ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને મોટી સમસ્યા સર્જાવા પામી છે ત્યારે સદાદ ગામના સરપંચ રબારી વિરમભાઈ દ્વારા લખતર ખાતે મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરે આ ગામને પાણી મળે તેવી રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાલમાં સરપંચ વિરમભાઈ રબારીએ જણાવ્યું કે આ ગામમાં 1100 ની વસ્તી ધરાવતું સદાદ ગામ છે અને 2500 પશુધન પણ આ ગામમાં છે ત્યારે આ ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા ગંભીર બની છે અને તંત્ર દ્વારા કોઈ પ્રકારની દરકાર કરવામાં ન આવતા આખરે ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરતા લખતર ખાતે સરપંચને મામલતદારને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે અને પાણી માટેની માંગણી કરવામાં આવી છે ત્યારે તેમને જણાવ્યું કે સદાદ ગામનું તળાવ પણ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે અને સૌની યોજના હાલમાં સરકારમાં ચાલી રહી છે ત્યારે તળાવ ભરવાની કામગીરી સૌની યોજના થકી કરવામાં આવે છે અને નર્મદા કેનાલમાંથી તળાવમાં પાણી ભરવામાં આવે છે ત્યારે લખતરમાંથી નર્મદાની કેનાલ પસાર થાય છે અને સૌરાષ્ટ્રના છેવાડા સુધી આ પાણી પહોંચાડવામાં આવે છે લખતરના સદાદ ગામ ખાતે તળાવ પણ ખાલી છે ત્યારે સૌની યોજના થકી તળાવ ભરવા માટેની માંગણી પણ કરવામાં આવી છે ત્યારે સદાદ ગામને રોજનું 90, 000 લિટર પાણીની જરૂરત હોવાના કારણે તાત્કાલિક અસરે આ ગામને પાણી મળે તેવી તાત્કાલિક અસરો વ્યવસ્થા કરવા માટેની પણ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે ત્યારે રાજેન્દ્રસિંહ એ જણાવ્યું કે આ ગામમાં છેલ્લા 20 દિવસથી પાણી પુરવઠો આપવામાં આવ્યો નથી જેના કારણે હાલમાં આ ગામના રહેવાસીઓના ઘરે પાણીની મોટી સમસ્યા સર્જાય છે ત્યારે હાલમાં સરપંચે રજૂઆત તો કરી છે પરંતુ હજી સુધી પાણી ગામમાં પહોંચ્યું ન હોવાનું પણ જણાવે છે ત્યારે તાત્કાલિક અસરે આ ગામમાં પાણી પહોંચે તેવી તેમને પણ માંગણી કરી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!