NAVSARI

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ૨૦૧૭ માં વડાપ્રધાન મોદીના ફોટો ફાડવાના કેસમાં નવસારી કોર્ટે ૯૯ દંડ ફટકાર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નવસારી જિલ્લાનાં વાસદાના ધારાસભ્ય અનંત પટેલને આઈ પી સી ૪૪૭ માં દોષિત થતા ૯૯ રૂપિયાનો દંડ નવસારી કોર્ટે ફટકાર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ ૨૦૧૭ માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વીસીની ઓફિસમાં જઈ વડાપ્રધાન નો ફોટો ફાડનાર યૂથ કોંગ્રેસના ૪ સભ્યોને આઇપીસી ની કલમ ૪૪૭ ના ગુના માં કસુરવાન થેરાવી ૯૯ રૂ. નો દંડ ની સજા ફટકારી હતી. આ ચાર દોષીતો માં હાલ વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલનો પણ સમાવેશ થતા રાજકીય વાતાવરણ ગરમ થયું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટી વિભાગના છાત્રોએ તેમની માંગ અન્વયે માંગો ઉપર ૨૦૧૭ માં બેઠા હતા. પણ કૃષિ યુનિવર્સિટીમાં છાત્રોની માંગ ન માનતા છાત્રોને તેમના હોસ્ટેલમાંથી કાઢી મુખ્ય હતા. અને ખુલ્લામાં છાત્રો બેઠા હતા. જેની મુલાકાત તે વખતના કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા એ પણ મુલાકાત લીધી હતી. જેના બીજા દિવસે નવસારી યૂથ કોંગ્રેસના પિયુષ ધીમર, પાર્થિવ રાજ કંઠવડિયા, ગુલાબસિહ રાજપૂત, મેહુલ ટેલર, યશ દેસાઈ અને હાલમાં ધારાસભ્ય અનંત પટેલ પણ વીસી સી. જે. ડાંગરિયા ની ઓફિસમાં ગયા હતા અને ઉગ્ર રજુઆત પણ કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીનો ફોટો પણ ટેબલ પણ મુક્યો તે ફાડી નાખ્યો અને સરકારી સેવકની ઓફિસમાં જય ગેરશિષ્ટ કર્યું હતું. જે બાબતે કુલપતિ સી. જે. ડાંગરિયા એ જલાલપોર પોલીસમાં ૭ સામે ફરિયાદ નોંધાવી હતી.આ કેસ ચાલી જતા નવસારી કોર્ટે હાલના વાંસદાના અનંત પટેલ, પિયુષ ધીમમર, ગુલાબસિહ રાજપૂત અને પાર્થિવરાજ કઠવાડિયાને ૪૪૭ મી કલમ માં દોષિત ઠેરાવી ને રૂ. ૯૯ નો દંડ ફટકાર્યો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!