DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાના  પ્રજાસતાક પર્વની ઉજવણી

જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાનાં હસ્તે ધ્વજવંદન કરાયું

***

તમામ ક્ષેત્રોમાં ગુજરાત સિદ્ધિના સોપાન સર કરી રહ્યું છે – જિલ્લા કલેકટરશ્રી

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્રપ્રેમના માહોલમાં ૭૪ મા પ્રજાસત્તાક દિનની જિલ્લા ની ઉજવણી ખંભાળિયાનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

કલેકટરશ્રીએ દેશના ૭૪માં પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. અનેક કીર્તિમાન સ્થાપી આપણો દેશ સુરાજ્યની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યો છે. તેમજ જી-૨૦ સમીટનું આયોજન કરી આપણે વધુ એક સફળતાનું સોપાન મેળવ્યું છે.

વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એક એવો પ્રદેશ છે કે જ્યાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રે સમતોલ વિકાસની અદભુત કેડી કંડારાઈ છે. શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઇ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિદ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે.

કલેકટરશ્રીએ પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ પરેડ નિરીક્ષણ વેળાએ  એસપી શ્રી નિતેશ પાંડે સાથે રહ્યાં હતા.

રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિત રંગારંગ  કાર્યક્રમની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કલેકટરશ્રીના હસ્તે વિવિધ વિભાગના કર્મચારીઓ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા પ્રસ્તુત પલક નામના શ્વાનનો શો આકર્ષક રહ્યો હતો. તથા કલેકટરશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રાજીબેન મોરી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામદેભાઈ કરમુર, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.આર.પરમાર, ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આસ્થા ડાંગર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!