LUNAWADAMAHISAGAR

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા એસ.એસ.સી/એચ.એસ.સી ની જાહેર પરીક્ષા દરમિયાન પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા એસ.એસ.સી/એચ.એસ.સી ની જાહેર પરીક્ષા દરમિયાન પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધ્વારા એસ.એસ.સી/એચ.એસ.સી ની જાહેર પરીક્ષા મહીસાગર જિલ્લાના પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગો ઉપર લેવાનાર છે. આ પરીક્ષાનું સંચાલન સરળતાપૂર્વક થાય, અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરી શકે, તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.વી.લટા દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪(બન્ને દિવસો સહિત) ના રોજ સવારના ૮-૦૦ ક્લાકે થી રાત્રિના ૨૦-૦૦ કલાક સુધીના સમયગાળા માટે જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગો ખાતે નીચે દર્શાવેલ કૃત્યો કરવા પર મનાઇ ફરમાવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

અનૂસૂચિત પરીક્ષા કેન્દ્રની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો,જગ્યા, સ્થળ અને વિસ્તારમાં ચાર માણસોએ એકઠા થવું નહી/મંડળી ભરવી નહી તેમજ અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ તથા પરીક્ષાર્થીઓ સિવાય કોઇ પણ ઇસમને પરીક્ષા કેન્દ્રની ચર્તુદિશાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામા આવે છે.

પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવર-જવર કરવી નહિ. કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઇપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો કે કરાવવો, તેમજ કોઇપણ ઇસમે કોઇપણ પ્રકારની તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા /કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવા ઉપર, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ- વિક્ષેપ-ધ્યાનભંગ થાય તેવુ કોઇ કૃત્ય કરવું/કરાવવા ઉપર, પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ સ્ટાફએ પરીક્ષા સબંધી ચોરી કરી શકાય તેવી કોઇ વસ્તુ, અથવા ઇલેકટ્રોનીક આઇટમ જેવી કે મોબાઇલ ફોન, કેમેરા, સ્માર્ટવોચ, સ્માર્ટબેન્ડ, લેપટોપ, કોમ્યુટર, કેલ્ક્યુલેટર, બ્લુટુથ, ઈયરફોન તથા તેવા બીજા ઇલેકટ્રોનિકસ ગેઝેટસ/ઉપકરણોના ઉપયોગ કરવા તથા પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઇપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષાના દિવસે પરીક્ષા ખંડમાં લઇ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા પર.

પરીક્ષાખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાર્થીઓને, અન્ય કોઇ વ્યક્તિ અથવા જાતે પરીક્ષામાં ચોરી કરવી કે, કરાવવી, તે પ્રકારના કામમાં મદદગારી કરવી તેમજ પરીક્ષાલક્ષી કોઇપણ પ્રકારના સાહિત્યની આપ-લે કરવી કે કરાવવા ઉપર, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી ઉપર મુજબના પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપી સેન્ટર, ઝેરોક્ષ કોપીઅર મશીન, ફેક્સ મશીન સંચાલકોએ કોપીઅર મશીનનો ઉપયોગ પરીક્ષાના દિવસ દરમ્યાન સવારના ૮-૦૦ કલાક થી ૨૦-૦૦ કલાક સુધી સદંતર બંધ રાખવાના રહેશે.

પરીક્ષા કેન્દ્રની આજુબાજુ બિનજરૂરી ટોળા ભેગા થવા પર, કોઇ અનઅધિકૃત વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા પર, પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા ચાલતી હોય તે સમયે પરીક્ષાને લગતી અનઅધિકૃત લેખન સામગ્રી પરીક્ષા કેન્દ્રમાં લઇ જવા પર, પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં માઇક/લાઉડ સ્પીકર/ડી.જે. સાઉન્ડ વગાડવા પર પ્રતિબંધ ફરમાવામાં આવે છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઇસમ ઇન્ડીયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!