JUNAGADHMANGROL

માંગરોળ: સોશિયલ મીડિયા પર ડો.બાબાસાહેબ અને અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર મેણજ ગામના યુવકને પોલીસ ઝડપી પડ્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મેણેજ ગામના યુવાને ઇ ઇસ્ટ્રાગામ આઈ .ડી પર અનુસૂચિત જાતિના લોકોની લાગણી દુભાવતી પોસ્ટ મુકી હતી. જેથી યુવાન સૂખદેવસિંહ પરમાર પર એટ્રોસિટી એક્ટ મુજબ માંગરોળ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ડો.ભીમરાવ આંબેડકર વિશે કોઈ યુવાને સોશિયલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરી હતી. જેથી સમાજની લાગણ દુભાય તેવી કોમેન્ટ કરવામાં આવી હોવાનું ગોરજ ગાભના યુવાનને થતા તેણે સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં કોમેન્ટ કરનાર મેણેજ ગામના યુવાન સુખદેવસિંહ પરમાર વિરૂદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવામાં આવી હતી.

જેને લઈ માંગરોળ પોલીસ દ્વારા સમાજમાં ભાઈચારાની ભાવના ફેળવાઈ રહે તેમજ કોઈપણ સમાજ વિશે સોશિયલ મીડિયામાં કોઈ અભદ્ર કોમેન્ટ ન કરે તેવા હેતુથી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મેણેંજ ગામના સૂખદેવસિંહ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. હાલ માંગરોળ પોલીસ દ્વારા વધુ તપાસ હાથી ધરવામાં આવી છે.

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!