KUTCHMUNDRA

વિનાશક વાવાઝોડાના સંકટ સામે સુરક્ષાની સાંકળ બન્યું અદાણી ગ્રુપ.

15-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

સમુદાયોને ફૂડ, મેડિકલ, રેસ્ક્યુ સહિતની સેવાઓ માટે ખડેપગે તૈયાર

મુન્દ્રા કચ્છ :- ખતરનાક બિપોરજોય વાવાઝોડા અને તેના સંભવિત નુકશાનથી સમગ્ર દેશમાં સૌના જીવ તાળવે ચોંટ્યા છે. તેવામાં મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશનની ટીમ આ ખતરાને પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ફાઉન્ડેશન દ્વારા સમુદાયોને હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ્સ, મેડિકલ સેવાઓ, રેસ્ક્યુ અને અગમચેતી માટે સાવધ કરતા તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે. આફતની ઘડીમાં અદાણીની ટીમ વહીવટી તંત્રની સાથે ખભેખભો મીલાવીને કામ કરી રહી છે.અદાણી સમુહ દ્વારા આશ્રય ગૃહોમાં ખસેડાયેલા લોકોને 13મી જૂનથી દરરોજ 12,000 કરતાં વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આશ્રયગૃહોમાં હજારો અસરગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. તેમને ભોજન, પીવાનું પાણી અને મેડિકલ સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. કોસ્ટલ ઝોન માછીમાર વિસ્તારમાં સ્વબચાવ માટે મોબાઈલ-આધારિત એલર્ટથી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, કોઈપણ જાતની હોનારતમાં જાનમાલના નુકશાનને પહોંચી વળવા ડોક્ટર્સ, દવાઓ, ફૂડ પેક્ટ્સ અને રેસ્ક્યુ ટીમ્સેને ખડપગે રાખવામાં આવી છે.મોબાઈલ હેલ્થકેર યુનિટ અને અદાણી હોસ્પિટલના ડોકટર્સની ટીમ, જરૂરી દવાઓના સ્ટોક સાથે આ ભીષણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રખવામાં આવી છે. વળી હોસ્પિટલ અને મોબાઈલ યુનિટ્સમાં દવાઓનો સ્ટોક અને મેડિકલ સાધનોનો એકત્ર કરી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્તો સુધી પહોંચવા સંચાર ઉપકરણો અને વાહનો આરક્ષિત રાખવામાં આવ્યા છે.ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ મહિલા સ્વસહાય જૂથો શ્રદ્ધા સહેલી અને ફૂડ સિસ્ટર સહેલી દ્વારા દિવસ-રાત હજારો ફૂડ પેકેટ્સ વિતરીત કરવામાં આવી રહ્યા છે. કટોકટીમાં ત્વરિત બચાવ માટે જીવનરક્ષક જેકેટ્સ, સ્વિમિંગ રિંગ્સ અને જરૂરી PPE કીટ તૈયાર રાખવામાં આવ્યા છે. હોનારતમાં ધરાશાયી વૃક્ષો કે કાટમાળને તાબડતોબ હટાવવા મુન્દ્રા ખાતે અલગ અલગ જગ્યાએ JCB મશીનો ખડકી દેવાયા છે.આશ્રયગૃહોમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવા જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરી પીવાનું પાણી, સ્વચ્છતા કામગીરી, લાઇટિંગ અને તબીબી સારસંભાળ વગેરેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ બ્લોક મુજબ જવાબદારીઓ સંભાળી રહી છે.વાવાઝોડાની પરિસ્થિતિ અંગે જાતમાહિતી મેળવી રહેલા અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ જણાવે છે કે ”આફતની આ ઘડીને અમે તકેદારીના તમામ પગલાંઓ લીધા છે. આશ્રયગૃહોમાં તમામની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વાવાઝોડાથી લોકો ઓછા અસરગ્રસ્ત થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”અદાણી ફાઉન્ડેશનના મોબાઈલ-આધારિત સંચાર પ્લેટફોર્મ આવાઝ દે દ્વારા 10,000 કરતાં વધુ લોકોને ભયાનક વાવાઝોડા સંદર્ભેના મેસેજ નિયમિત પ્રસારિત કરવામાં આવે છે. લોકોને ચક્રવાત અને તેની અસર વિશે ચેતવણી આપવા માટે રેડિયો સંદેશા પણ પ્રસારિત કરવામાં આવ્યા. એટલું જ નહીં, ઠેરઠેર પોસ્ટરો અને બેનરો લગાવી લોકોને બને તેટલા એલર્ટ રાખવા પ્રયાસ કરવામાં આવ્યા. હવામાન ખાતાની આગાહી મુજબ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!