AHAVADANG

પાણીનો પોકાર: ડાંગના કલમવિહીર કોદમાળ ગામના ગ્રામજનોએ પાણી પુરવઠા કચેરીએ જઈ હલ્લા બોલ કર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કલમવિહીર કોદમાળ ગામે પાણીનાં વલખા પડતા ગ્રામજનોએ પાણી પુરવઠા કચેરીએ ધસી જઈ હલ્લા બોલ કરી કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવ્યુ….પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ભરઉનાળાની ઋતુમાં પાણીનાં સ્ત્રોત નીચા જતા જનજીવન બેબાકળુ બન્યુ છે.ડાંગ જિલ્લામાં રાજય સરકાર કરોડોનાં ખર્ચે ચેકડેમો, કુવા,બોર સહિતની યોજનાઓ લાવી રહી છે.પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને પદાઅધિકારીઓની ખાયકી નીતિનાં પગલે આ પાણીની યોજનાઓ પોકળ સાબિત થવા પામી છે.ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કલમવિહીર ( કોદમાળ ) ગામનાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવાની નોબત ઉભી થતા પાણી પુરવઠાની કચેરીએ ધસી જઈ હલ્લા બોલ કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ.કલમવિહીર ( કોદમાળ )ગામનાં ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે છેલ્લા પંદર (15) દિવસથી ગામમાં પાણી આવતુ નથી.અને પાણી નહી આવવાના કારણે ગામનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે.વધુમાં આ ગામમાં પાણીનો કોઈ બીજો સ્ત્રોત નથી અને હાલની આ હળહળતી ગરમીની સિઝનમાં નદી,નાળા , કુવા,બોર પણ સુકાઈ ગયેલ છે.અને પાણી પુરવઠા વિભાગ આહવા દ્વારા અમોને છેલ્લા પંદર દિવસથી પાણીની સુવિધાઓ પુરી ના પાડતા ગામનાં લોકો,મહીલાઓ અને ઢોર ઢાકરોને પાણી બાબતે મોટી સમસ્યા ઉભી થઈ છે.અને લોકોને વપરાશ તથા પીવાના પાણીની મોટી મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉઠી છે.વધુમાં ગ્રામજનોને પાણી માટે દુર દુર સુધી વલખા મારવાની નોબત પડી રહેલ છે.જેથી અમારા ગામની આ પાણીની સમસ્યાને ધ્યાને લઈ અમારા ગામમાં તુરંત જ પાણીની સારી અને ઉત્તમ સવલત મળી રહે તેવી ઘટતી કાર્યવાહી કરવાની વિનંતી સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!