કાલોલ ના અડાદરા ગામે ગટરના પાણીથી રાહદારીઓ પરેશાન મુખ્ય બજારમાં ગટર ઊભરાવાની કાયમી સમસ્યા.

તારીખ ૨૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાની ગ્રામ પંચાયત પાસે ગટર ના પાણી મુખ્ય બજાર માં ફરી વળતા અસહ્ય દુર્ગંધ મારી રહેલ છે તેમજ રાહદારી તેમજ વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ગટર ના પાણીનો નિકાલ કરવા માગણી ઉઠવા પામી છે.ગ્રામ પંચાયત પાસે મુખ્ય બજારમાં જાહેર માર્ગ પર ગટર ઊભરાવાના કારણે લોકોને આ ગંદુ પાણી અને કાદવ કિચડ માંથી પસાર થવું પડે છે ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે વહીવટદાર આ ગંભીર સમસ્યાનો સત્વરે ઉકેલ લાવે તેવી વેપારીઓ તથા ગ્રામ જનો ની માંગ છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવે છે કે ગામના તલાટી કમ મંત્રી ક્યારે આવે છે અને ક્યારે જાય છે એ કોઈને ખબર પડતી નથી અને ફોન દ્વારા એવા જવાબ આપવામાં આવે છે કે મારી પાસે ચાર પંચાયત નો ચાર્જ છે જેથી અમુક ચોક્કસ દિવસ ફાળવવામાં આવે અને લોકોના અટવાયેલા કામોનું નિરાકરણ લાવે એવું ગ્રામજનો કહી રહ્યા છે .

વાત્સલ્યમ્ સમાચારના પંચમહાલ જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....