ઓસ્ટ્રેલીયાના નિષ્ણાંતનુ માર્ગદર્શન મેળવતા જામનગરના દાંતના ડોક્ટર્સ

 

 

 

ઓસ્ટ્રેલીયાના નિષ્ણાંતનુ માર્ગદર્શન મેળવતા જામનગરના દાંતના ડોક્ટર્સ
જામનગર ( ભરત ભોગાયતા)
ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ના ડોક્ટર્સ દ્વારા જામનગરના દાંતના ડોક્ટર શો માટે એજ્યુકેશનલ પ્રોગ્રામનું તાજેતરમાં  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાના જાણીતા અને માનીતા ડો.ચિંતન ત્રિવેદી દ્વારા લેક્ચર લેવામાં આવ્યો હતો. જામનગરના દંત ચિકિત્સકો હંમેશા પોતાની જાતને અપગ્રેડ રાખતા આવ્યા છે .જેની માટે અવા ઘણા પ્રોગ્રામો વર્ષ દરમિયાન થતા હોય છે. જેમાં ઇન્ડિયન ડેન્ટલ એસોસીએશનના પ્રેસિડેન્ટ ડો.આકાશ તકવાણી , સેક્રેટરી ડો ચિંતન પોપટ , ખજાનચી ડોક્ટર શ્રેયા ખન્ના , ડો. નિશા વરલીયાની , ડો જીત ભગદે, ડો રીમી તકવાણી અને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડો નયના  પટેલ, ડો સંજય ઉમરાણીયા તથા ડો. આશિષ ભગદે હાજર રહ્યા હતા. જેમાં અંદાજે જામનગરના પ્રાઇવેટ તથા ગવર્મેન્ટના 110 જેટલા ડોક્ટરોએ ભાગ લીધો હતો.
વાત્સલ્યમ્ સમાચારના જામનગર જિલ્લાના સમાચારો જાણવા માટે નીચેના વોટ્સએપ ગ્રુપ માં જોડાવવા વિનંતી

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવાંચવા માટે નીચેના Whatsapp ગ્રુપ માં જોડાવો 👇

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....