KHERGAMNAVSARI

ખેરગામના નારણપોરમાં ઉંચુ વ્યાજ વસુલ કરતા ઇસમને પકડી પાડતી ખેરગામ પોલીસ વાત્સલ્યમ્ સમાચાર

ખેરગામના નારણપોરમાં ઉંચુ વ્યાજ વસુલ કરતા ઇસમને પકડી પાડતી ખેરગામ પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
નવસારી જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉંચા વ્યાજ દરે નાણા ધીરાણ કરી સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસમો વિરુધ્ધ દાખલારુપ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સ્પષ્ટ સુચના અંતર્ગત તા .૨૮ / ૦૧ / ૨૦૨૩ ના રોજ ખેરગામ પોલીસ ટીમને બાતમી હકીકત મળેલ કે , નારણપોર કાવળીયું ફળીયા ખાતે રહેતા ભીખુભાઇ રમણભાઇ પટેલ તેના ધરે ગેર – કાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરે છે , અને રૂપીયાની જરૂરીયાતવાળા માણસો પાસેથી તેમના ટુ વ્હીલ અને ફોર વ્હીલ વાહનો બળજબરી પુર્વક પોતાની પાસે ગીરવે રાખી જરૂરીયાત મજુબના રૂપીયા આપી તેના ઉપર પુષ્કળ વ્યાજ ઉધરાવે છે .
જે હકીકત આધારે પંચો રુબરુ હકીકત વાળી જગ્યા ઉપર ખાત્રી કરતા આરોપી ભીખુભાઇ રમણભાઇ પટેલ પાસેથી જરુરીયાત વાળા લોકો પાસેથી તેમના ટુ વ્હીલ / ફોર વ્હીલ વાહનો પોતાની પાસે જમા રખાવી જરુરીયાત મુજબના નાણા ૫ % માસિક વ્યાજ દરે આપેલ હોવાની વ્યાજ વટાવની જુદી જુદી નોંધો કરેલ રજીસ્ટર મળી આવેલ . સદર આરોપીની વધુ પુછપરછ કરતા વ્યાજ વટાવના કામે જરુરીયાત મંદ લોકો પાસેથી ફરજીયાત પણે જમા લીધેલા વાહનો પોતાના ઘરના ઢોરના કોઢાર તથા પેજારીમાં તાડપતરીથી ઢાકી સંતાડી જમા રાખેલા ટુ વ્હીલ વાહનો નંગ -૨૦ તથા ફોર વ્હીલ વાહન નંગ -૦૧ મળી કુલ ૨૧ વાહનો કીંમત રુપિયા ૧૦,૬૦,૦૦૦ / – તથા વ્યાજે નાણા લેનાર ઇસમ જો માસિક ૫ % વ્યાજ નિયત સમયે ભરીના શકે તો તેની પાસેથી બળજબરી પૂર્વક માસિક ૭ % ના દરે લીધેલ વ્યાજની રકમ રુપિયા ૭,૮૮૦ / તથા મોબાઇલ નંગ -૦૧ કિંમત રુપિયા ૫૦૦૦ / – મળી કુલ રુપિયા ૧૦,૭૨,૮૮૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી ખેરગામ પો.સ્ટે . ગુ.ર.નં. પાર્ટ A નંબર -૧૧૮૨૨૦૦૪૨૩૦૦૯૬ / ૨૦૨૩ તા : ૨૯/૦૧/૨૦૨૩ ઇ.પી.કો.કલમ .૩૮૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ કલમ – ૪૦-૪૨ – એ.ડી . મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ જે.વી.ચાવડા ખેરગામ પો.સ્ટેનાઓએ હાથ ધરેલ છે .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!