JETPURRAJKOT

રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ રાજકોટના અલ્વાઝ અને યુવરાજને મળ્યા દીર્ઘાયુષ્યના આશીર્વાદ

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં વર્ષે ૪ લાખ અને દર મહિને અંદાજે ૩૦૭૪૧ બાળકોનું ૨૯ ટીમ દ્વારા કરાઇ રહેલું સ્ક્રીનિંગ

રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ અનેક બાળકોને દીર્ઘાયુષ્યના આશીર્વાદ મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ કાર્યરત ટીમો દ્વારા જિલ્લાના બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરી તેમને વિનામૂલ્યે સારવારનો સેવાયજ્ઞ કરવામાં આવી રહયો છે.

બાળક એ દરેક પરિવારનો આત્મા હોય છે. હસતું રમતું કુમળું ફૂલ અચાનક જ જો સુનમુન થઈ જાય તો તે પરિવાર પર આભ ફાટી પડે છે. આવું જ સણોસરાના બારીયા પરિવાર સાથે થયું. બારીયા પરિવારનો અલ્વાઝ જન્મતા જ હૃદયની દિવાલના કાણાં સાથેની તકલીફ ભોગવતો હતો. આર.બી.એસ.કે.ની ટીમના ડો.અનિતા શેખડાએ જ્યારે પરિવારની મુલાકાત લીધી તો અલવાઝને સ્તનપાનમાં ભારે મુશ્કેલી પડતી હોવાની અને બાળક ખોરાક ન લઈ શકવાની તકલીફો માતા પિતાએ જણાવી. ડોક્ટરે તત્કાલ નિદાન કરી બાળકને જરૂરી રિપોર્ટ માટે જણાવ્યું. તપાસ દરમિયાન અલ્વાઝને જન્મજાત હૃદયની તકલીફ જણાઇ. બાળકને હૃદયના નીચેના ભાગની દીવાલમાં કાણું હતું. માતા-પિતાને આ બાબતની જાણ થતા તેઓ ડઘાઈ ગયા પરંતુ અલ્વાઝને તપાસનાર આર.બી.એસ.કે.ના ડોક્ટરે બાળકના માતા-પિતાને સમજાવ્યા અને રાજ્ય સરકારની યોજના દ્વારા તેમના બાળકને તમામ સારવાર નિ:શુલ્ક થશે તેમ પણ જણાવી ચિંતામુક્ત થવા કહ્યું. આજે અલ્વાઝનુ ઓપરેશન થઇ ચૂકયું છે અને અલ્વાઝને સ્મિત સાથે રમતા જોતા તેની માતા રાજ્ય સરકારનો આભાર માનતા કહે છે કે મારા બાળકને હૃદયની તકલીફ હતી, ડોક્ટર મેડમે અમને આ વિશે જણાવી અને પહેલેથી છેલ્લે સુધી સારવારમાં ખૂબ જ સારો સાથ આપ્યો. સરકારે મારા દીકરાને એકદમ સાજો કરી દીધો છે.

તો રાજકોટ તાલુકાના હડાળા ગામના સંજયભાઈ સીતાપરાના દીકરા યુવરાજને જન્મથી જ હૃદયના શુદ્ધ લોહીની નળી બીજા ભાગમાં હતી. એક વર્ષથી આ તકલીફ ભોગવતા યુવરાજને તુરત જ આર.બી.એસ.કે.ના ડોક્ટર દ્વારા જરૂરી તપાસ અને રિપોર્ટ કરાવી વધુ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવ્યો અને આજે યુવરાજના પિતા સંજયભાઈ સીતાપરા કહે છે કે સરકારે અમારી ખૂબ મદદ કરી છે, મારા દીકરાની તકલીફ અમને એક પણ રૂપિયાના ખર્ચ વગર મટાડી, આ ઉપરાંત અમદાવાદ ઓપરેશન માટે જવા આવવાના પૈસા પણ સરકારે અમને આપ્યા છે. આજે મારો દીકરો એકદમ તંદુરસ્ત છે આ યોજના માટે અમે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

કાર્યક્રમ વિશે વધુ માહિતી આપતા આર.બી.એસ.કે.ના ડો.અનિતાબેન શેખડા કહે છે કે અમે બાળકોના જન્મ સમયે પી.એચ.સી., વેલનેસ સેન્ટર, ત્યાર બાદ આંગણવાડી અને શાળાઓમાં પણ બાળકોની તપાસ માટે જઈએ છીએ. આરોગ્ય તપાસમાં જરા પણ તકલીફ જણાય તો તાત્કાલિક તેના માટે આવશ્યક રિપોર્ટ અને બધી સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેનો લાભ અપાવવા માટે જરૂરી ફોર્મ વિગતો ભરી બાળકને આગળ હોસ્પિટલમાં મોકલીએ છીએ. ઘણી વાર બાળકને ગંભીર તકલીફ હોય તે માતા પિતાને સારવાર માટે સમજાવવા અને સહમત કરાવવા ખૂબ કાઉન્સેલિંગની જરૂર પડે છે, આ સમયે અમે ધીરજ ધરી માતા પિતા સાથે ત્રણથી ચાર વખત મુલાકાત કરીને પણ તેમનું બાળક તંદુરસ્ત બને તે માટે તેમને સારવાર લેવા સહમત કરીએ છીએ.

વર્તમાનનું બાળક ભારતનું ભવિષ્ય છે ત્યારે સ્વસ્થ બાળક થકી જ સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ થશે તે વિચાર સાથે આ યોજના અમલી બનાવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નિલેશ રાઠોડએ જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે.ની ૨૯ ટીમ કાર્યરત છે. દરેક ટીમમા ૧ સ્ત્રી ડોકટર, ૧ પુરુષ ડોકટર, ૧ ફાર્માસિસ્ટ અને ૧ ફીમેલ હેલ્થ વર્કર દ્વારા નિર્ધારિત વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષે ૪ લાખ અને દર માસ અંદાજે ૩૦૭૪૧ બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. તેમાંથી તકલીફ ધરાવતા હોય તેવા બાળકોને સામાન્ય સારવાર જિલ્લા સ્તરે જ આપવામાં આવે છે અને ગંભીર તકલીફોમાં અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. સામાન્યતઃ જિલ્લામાં વર્ષ દરમ્યાન ૧૭૦ જેટલા બાળકો ગંભીર બીમારીવાળા જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા આ બાળકોને તમામ સારવાર સંપૂર્ણ નિ:શુલ્ક આપવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!