NAVSARIVANSADA

શ્રીસ્વામી ટ્રસ્ટ સુરત અને સિનર્જી ફાઉન્ડેશન સુરત દ્વારા શ્રીજી નર્સિગ સ્કૂલ ખડકાળા ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

શ્રીસ્વામી ટ્રસ્ટ સુરત અને સિનર્જી ફાઉન્ડેશન સુરત દ્વારા શ્રીજી નર્સિગ સ્કૂલ ખડકાળા ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના શ્રીજી ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ સાયન્સ શ્રીજી નર્સિંગ સ્કૂલ ખડકાળા ખાતે રસિકભાઈ સુરતીની પ્રેરણાથી શ્રીસ્વામી ટ્રસ્ટ સુરત અને સિનર્જી ફાઉન્ડેશન સુરત દ્વારા છાત્રાલયની નિવાસી તાલીમાર્થીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
શ્રી સ્વામી ટ્રસ્ટ અને સિનરજી ફાઉન્ડેશન સુરતથી ખાસ પધારેલા આનંદભાઈ સંત અને તેમના સાથે ધર્મેશભાઈ મોદી ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યા હતા. સંસ્થાના ગૌરવભાઈ બ્રહ્મભટ્ટે દાતાઓનો આભાર માન્યો હતો સંસ્થાના વાઈસ પ્રિન્સિપાલ પ્રિયંકાબેન વસાવાએ સંસ્થાની માળખાકીય માહિતી પૂરી પાડી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ ટયુટર કુમારી તન્વી પરમાર સેજલ ટંડેલ અને વૈશાલી રાઠોડ એ કર્યું હતું દાતાઓ છેક સુરતથી સમયસર આવીને તાલીમાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી બનાવવા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી ઘાબળા વિતરણના આ કાર્યક્રમના પ્રેરણા મૂર્તિ એવા વાંસદાના સેવાના ભેખધારી અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા એવા રસિકભાઈ સુરતીએ આગળ વધી દીકરીઓને પગભર થવા હાકલ કરી હતી અને જ્યારે કંઈ પણ જરૂર પડશે ત્યારે સહાય કરવાની તત્પરતા દાખવી હતી અંતે નર્સિંગ તાલીમાર્થીઓ કુ. દ્રષ્ટિ પટેલ,કુ. પ્રીતી માહલા, કુ.સ્નેહલ નાયકાએ શ્રી સ્વામી ટ્રસ્ટ તેમજ સિનર્જી ફાઉન્ડેશનના મહેમાનો નું સંસ્થા વતી પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું .વધુમાં હેલ્પીંગ હેનડ સંસ્થાના સરસંચાલક રસિકભાઈ સુરતીના માધ્યમથી શ્રી સ્વામી ટ્રસ્ટ અને સિનર્જી ફાઉન્ડેશન સુરત દ્વારા ધરમપુર તાલુકાના અંતરિયાળ બોપી ગામે શ્રી બાપુ આશ્રમશાળામાં 200 વિદ્યાર્થીઓની રસોઈ થઇ શકે એટલા વાસણ અર્પણ કરવામાં આવ્યા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વણઝારા આશ્રમશાળામાં ધાબળા વિતરણ કરવામાં આવ્યા ધરમપુર તાલુકાના અંતરીયાળ નોન ગ્રાન્ટેડ છાત્રાલયમાં તેમજ અસહાય નિરાધાર વૃદ્ધોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!