SABARKANTHAVADALI

સાબરકાંઠા જિલ્લા ના વડાલીમાં ૫૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ ફાગ મહોત્સવ ઉજવાયો

સાબરકાંઠા જિલ્લા ના વડાલીમાં ૫૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ ફાગ મહોત્સવ ઉજવાયો. લોકોની સુખાકારી માટે વડાલી સગર સમાજ દ્વારા ઉજવાતો ફાગ મહોત્સવમાં દાંડિયા નો રંગ જામ્યો હતો. હોળી બાદ સતત ચાર દિવસ સમાજના લોકો ધંધા રોજગાર છોડી દાંડિયા રમી ફાગ દેવતાને પ્રાર્થના કરે છે…

સાબરકાંઠા જીલ્લાના વડાલી ખાતે સગર સમાજ દ્રારા ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે… આવનારું વર્ષ લોકો માટે સુખ,શાંતિ અને સમૃદ્ધિમય પસાર થાય એ માટે વડાલી શહેરમાં વસવાટ કરતા સગર સમાજના લોકો દ્વારા ૫૦૦ વર્ષથી ફાગ મહોત્સવ ઉજવાય છે… જે અંતર્ગત ધુળેટીના દિવસ બાદ ફાગ દેવતા ઈલાજી ભગવાનની સ્થાપના કરી ચાર દિવસ નગારાના તાલે પુરુષો ધંધા રોજગાર છોડી દાંડિયા રમી લોકોની સુખાકારી માટે ફાગ દેવતાને પ્રાર્થના કરે છે… ફાગ મહોત્સવને ચાર દિવસ લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતાં… વડાલી શહેરના ઈશ્વરીયા ચોકમાં ધૂળેટીના બીજા દિવસે ફાગ દેવતા ઈલાજી ભગવાનની સ્થાપના કરી નગારાના તાલે દાંડિયા પુરુષો દ્વારા રમવામાં આવે છે… આ ચાર દિવસ ચાલતા મહોત્સવમાં સમાજના પ્રત્યેક વ્યક્તિ ધંધા રોજગાર બંધ રાખી દાંડિયા રમી લોકોની સુખાકારી માટે ફાગ દેવતાને અરજી કરે છે… આ ફાગ મહોત્સવની ઉજવણીને ૫૦૦ વર્ષ વીતવા છતાં પણ આજના આધુનિક યુગના યુવાનો દ્વારા દાંડિયા ચાલુ રાખવામાં આવતા લોકો તેને જોવા દૂર-દૂર થી મોટી સંખ્યામાં આવે છે… આ ફાગ મહોત્સવ પૂર્ણ થતાં પાંચ ગામ સગર સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી દાંડિયાની રમઝટ બોલાવતા તેને જોવા લોકો ઉમટી પડયા હતા… ઉલ્લેખનીય છેકે ફાગ મહોત્સવમાં ફક્ત પુરુષો દાંડિયા રાસ રમતા હોય છે અને મહિલાઓ રાસ નિહાળતી હોઈ છે… ફાગ મહોત્સવ નિમિત્તે સમાજનાં વડીલો યુવાનો અને બાળકોએ મન મૂકી દાંડિયા રાસ ની રમજટ બોલાવી હતી…

 

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!