કાલોલ શહેરની પાણી પુરવઠા યોજના અંતર્ગત ૯.૨૩ કરોડના ખર્ચે પાઇપલાઇનનુ ખાત મુહુર્ત સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયુ

તારીખ ૦૮/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા દ્વારા શહેરી પાણી પુરવઠા યોજના અમૃત ૨.૦ (સ્વેપ ૨ ) અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કં ગાંઘીનગર દ્વારા અંદાજીત ૯.૨૩ કરોડ ના ખર્ચે પાઈપ લાઈન ના કામ નુ ખાત મુહુર્ત સાંસદ રાજપાલસિહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે કરવામાં આવ્યું મે. પી. સી.સ્નેહલ કન્સ્ટ્રક્શન પ્રા. લી. અમદાવાદ દ્વારા કામ શરૂ કરવામાં આવશે અને ૩૦ માસમાં કામગીરી પુર્ણ થશે.આ કાર્યક્રમ મા પાલીકા ચિફ ઓફીસર મિલાપ પટેલ પાલીકા સ્ટાફ ફાયર વિભાગ સ્ટાફ સાથે કાલોલ તાલુકાના ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,મહીલા અગ્રણી મીનાક્ષીબેન પંડયા,શૈફાલીબેન ઉપાધ્યાય,જ્યોત્સનાબેન બેલદાર તેમજ માજી કૉર્પોરેટર મહેંદ્રભાઇ બેલદાર તેમજ વિવિધ મોરચાના હોદેદારો વકીલ હસમુખભાઇ મકવાણા,ઈકબાલ દીવાન,મોન્ટુ ગોસાઈ, પરેશ પારેખ,ઘનશ્યામ દરજી, મમતા ભટ્ટ,હર્ષ કાછીયા,ડૉ પરાગ પંડયા હાજર રહ્યા હતા.આ યોજના થી શહેર ના તમામ વિસ્તાર મા એક સરખા પ્રેશર થી પાણી આવશે તેવુ જાણવા મળેલ છે.








