GUJARATKHERGAMNAVSARI

બીલીમોરા સિનિયર સીટીઝન એથ્લેટીક સ્પર્ધામાં ભાગ લઈ ખેરગામના 2 યુવાનો દ્વારા હજુ તો હું જુવાન છું વાક્યને સાર્થક કર્યું

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

 

 

સિનિયર સીટીઝનએથ્લેટીક સ્પર્ધા નુ આયોજન એલાયન્સ કલબ એન્ટરનેશનલ, ડિસ્ટ્રીક્ટ 141 મલ્ટીપલ વેસ્ટ,સુવિધા ટ્રસ્ટ બીલીમોરાઅને જાયન્ટ ગ્રુપ ઓફ બીલીમોરા આયોજિત, રીજીયન ચેરમેન – એલાય પ્રા. અરુણ નાયક તથા પ્રમુખ સુશીલા -જી. પ્રા બી. એચ.પટેલ દ્વારા બીલીમોરા નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર તથા જલારામ બાપા મંદિર સામે આવેલા નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે સિનિયર સિટીઝન એથ્લેટીક સ્પર્ધા યોજાઈ હતી જેમાં લગભગ 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો ‌જેમા ખેરગામ પોમાપાળ ગામના વતની એવા પ્રવિણભાઈ પટેલે 55 + વય કેટેગરીમાં 100મી. તથા 200મી દોડમાં ફર્સ્ટ નંબર તથા 65+ વય કેટેગરીમાં મણિલાલ લલ્લુભાઈ પટેલે 200મી. દોડમાં -3 તથા 100મી દોડમા -4 નંબર મેળવી બીલીમોરા સિનિયર સીટીઝન એથ્લેટીક સ્પર્ધામાં ભાગ લઈ ખેરગામના 2 યુવાનો દ્વારા હજુ તો હું જવાન છું વાક્યને સાર્થક કર્યું હતું અને ખેરગામ તાલુકા તથા ગામ નું નામ રોશન કર્યું છે.

Back to top button
error: Content is protected !!