DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રાના કુડા રોડ પર વાડીમાં 3 લાખથી વધુના કેમિકલ કાંડનો છેલ્લા 10 દિવસથી ફરાર આરોપીને SOG પોલીસે ઝડપી લીધો : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઉધતી રહી

તા.17/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કુડા રોડ પર કંટાળી વાડીની ઓરડમાથી કેમીકલનો, જથ્થો ગત 6 માર્ચના રોજ તાલુકા પોલીસે 3.30 લાખનુ કેમીકલ અને બેરલ સહિતનો મુદ્દામાલ જડપી આરોપી વિશાલસિંહ ફતેસિંહ જાડેજા ફરાર થઈ ગયો હતો જે આરોપીને આજે એસ.ઓ.જી પોલીસે તાલુકા પોલીસને ઊંઘતી રાખીને ઝડપી લઈને તાલુકા પોલીસના હવાલે કર્યો છે ત્યારે જોવાનું રહ્યું કે હાલ તાલુકા પોલીસ દ્વારા તપાસમાં કેટલા આરોપીઓના કેમિકલ કાંડમાં નામ ખોલવામાં આવે છે કે પછી આરોપી સાથે મળીને કુળીમાં ગોળ ભાંગીને ભીનું સંકેલવામાં આવે તેવી લોકમુખે ચર્ચા જોર પકડ્યું છે? ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે પર લાંબા સમયથી ગેરકાયદે ધંધા ધમધમી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા કેમીકલનો જથ્થો એસએમસી દ્વારા જડપી પાડવામાં આવેલ હતો પીઆઈ ડી ડી ચાવડા સસ્પેન્ડ થયા તેની સાહી સુકાઇ નથી ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ગત 6 માર્ચના રોજ કંટાવા પાસે આવેલી વાડીમાં રેડ પાડતા વાડીની ઓરડીમા કેમીકલ ભરેલા મોટા કેરબા 12 નાના કેરબા બેરલ 30 કેરબા સહીત કુલ રૂ. 3.30 લાખનો મુદ્દામાલ જડપી પાડવામાં આવ્યો હતો વાડીનો સંચાલક આરોપી વિશાલસિહ ફતેહસિંહ જાડેજા રેહ હળવદ રોડ માવતર પાવભાજી પાસે વાળા સામે ગુનો નોધવામાં આવ્યો હતો આરોપી રેડ દરમ્યાન મળી નહી આવતા ભાગી જતા 1 આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા ગુનો નોધવામાં આવ્યો હતો ત્યારે છેલ્લા દસ દિવસથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી પોલીસે ઝડપી લઈને તાલુકા પોલીસને હવાલે કર્યો હતો જેમાં કેસની વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે તાલુકા પોલીસ દ્વારા તપાસમાં વધુ આરોપીઓના નામ ખોલવામાં આવે છે કે પછી આરોપીઓ સાથે બેઠક કરીને ભીનું સંકેલી જાય તેવી લોક મૂકે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ધ્રાંગધ્રા અમદાવાદ અને કચ્છ હાઈવે પર હોટલ પર તાલુકા પોલીસની રહેમ નજર હેઠળ ગેરકાયદે ધંધા ઘમઘમે છે

ધ્રાંગધ્રા અમદાવાદ અને કચ્છ હાઈવેની હોટલ પર દારૂ, ડ્રગ, કેમીકલ, ડીઝલ, પેટ્રોલ, લોખંડ, ગેસ રીફીલીગ, સીમેન્ટ, ભંગાર સહીતની વસ્તુઓની ચોરી અને હેરાફેરીનું કામ પોલીસ તંત્રની મીઠી નજર નીચે ચાલે છે ત્યારે આમ હોટલની આડમાં ગેરકાયદેના ધંધાનો કારોબારી ધમધમી રહ્યો છે.

ધ્રાંગધ્રા પંથકમા બે મહિનામાં પાંચમી વાર આ પ્રકારે ગેરકાયદે પ્રવૃત્તિ જડપાઈ

ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે અને આસપાસના વિસ્તાર અને હોટલમા છેલ્લા બે માસમા પાંચમી વાર રેડ પાડી ડીઝલ, ડ્રગ, લોખંડ, અને કેમીકલ સહીતનો મુદ્દામાલ ઝડપાયો છે ત્યારે ગેરકાયદે ધંધા કરતી ગેગ સક્રિય બનતા પોલીસ બેડામા તરેહ તરેહની ચચાૅ જોવા મળી રહી છે પોલીસ દ્વારા આરોપીઓ સામે કેસ કરવામાં આવે છે પણ વધુ વિગતો મળતી નથી અને ભીનું સંકેલી જાય છે.

આ કેમિકલ કાંડની તપાસ ડીવાયએસપી દ્વારા કરવામાં આવે તો વઘુ આરોપીના નામ ખુલવાની શક્યતા છે

કેમીકલ ઝડપાય ગયા બાદ આરોપી ઝડપી જતા આ કેસની તપાસ પીએસઆઇ પાસેથી લઈને ડીવાયએસપી અધિકારી દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવે તો વધુ આરોપીના નામ ખુલવાની શક્યતા સેવાય રહી છે અને કેમીકલ ચોરી રેકેટ ખુલવાની શક્યતા સેવાય રહી છે ત્યારે પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે કે ધીના ઠામમાં ધી પાડી દેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

Back to top button
error: Content is protected !!