
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઉમા વિદ્યાલય મેઘરજ ખાતે કાર્નિવલ-2025(આનંદોત્સવ) યોજાઈ ગયો, લોકોએ અકાશ દર્શન નિહાર્યું

મેઘરજમાં માલપુર રોડ પર આવેલી શાળા ઉમા વિદ્યાલયમાં અરવલ્લી/સાબરકાંઠા માં કયારેય ન થયો હોય એવો અદભૂત કાર્યક્રમ યજાઈ ગયો.જેમાં એકસાથે એક જગ્યાએ વિજ્ઞાન, ગણિત, અબાકસ અને વૈદિક ગણિત,તથા સામાજીક દર્શન ઉપરાંત VR SHOW, ROBOTIC SHOW, AI MOVIE, ILLUSION GAME, MIND GAME, BRAIN GYM,આકાશ દર્શન જેવા અનેક શો યોજાઈ ગયા.આની સાથે બાળકો તથા યુવાઓના મનોરંજન માટે લાઈવ સ્ટેજ-શો પ્રોગ્રામ અને બાળકો માટે બાળ રમતો અને બાળ પ્રવૃતિ અને સૌથી વિશેષ સૌ માટે મનગમતી ચટાકેદાર વાનગીના ખાણી-પીણીના સ્ટોલ પણ નાખવામાં આવ્યા હતા જેમાં 25 જેટલા સ્ટોલ પર વિવિધ વાનગીઓ સહીત ખાનાપીણી નો ભરપુર આંનદ માણી કાર્નિવલ-2025(આનંદોત્સવ) ને માણ્યો હતો. હાલ આ ઉમા વિદ્યાલય દિવસને દિવસે પ્રગતિના ઊંચા શીખરે જઈ રહી છે જે તાલુકાના ગૌરવની વાત કહીં શકાય





