MORBI:મોરબી-વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી: ‘મુસદ્દારૂપ વિકાસ યોજના-૨૦૪૭’ અંગે વાંધા-સૂચનો મંગાવાયા

MORBI:મોરબી-વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી: ‘મુસદ્દારૂપ વિકાસ યોજના-૨૦૪૭’ અંગે વાંધા-સૂચનો મંગાવાયા
મોરબી તા. ૨૪ ઓગષ્ટ – મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની ગુજરાત સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ના રોજ પુન:રચના થઇ હતી. જે અનુસંધાને મુસદ્દારૂપ વિકાસ યોજના -૨૦૪૭ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની દખાસ્તો તૈયાર કરી બોર્ડ બેઠકમાં મુસદ્દારૂપ શહેરી વિકાસ યોજનાને સર્વાનુમતે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬ની કલમ -૯ તથા અધિનિયમ, ૧૯૭૬ની કલમ -૧૩ હેઠળ પ્રસિધ્ધ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યુ હતુ. જે ગુજરાત સરકારશ્રીના રાજ્યપત્રમાં તા. ૨૧/૦૮/૨૦૨૬ના રોજ પ્રસિધ્ધ કરાયુ છે. મુસદ્દારૂપ વિકાસ યોજના જાહેર જનતાના વાંધા સૂચનો આ યાદી પ્રસિધ્ધ થયાના તારીખથી બે મહિનાની અંદર લેખિતમાં ચાર નકલમાં આધાર પુરાવાસહ રજુ કરવાના રહેશે. વાંધા સુચનો જાહેર જનતાએ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની કચેરી, મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે રજા સિવાયના દિવસે મોકલી શકશે. તેમ મુખ્ય કારોબારી અધિકારી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જણાવાયું છે.







