MORBI:આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નવા બનતા હળવદ રોડ પર આવેલા આદેરણા ગામ પાસે બનતા પુલ માં થયેલા ભષ્ટ્રાચાર ની તંત્ર ને રજૂઆત

MORBI:આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નવા બનતા હળવદ રોડ પર આવેલા આદેરણા ગામ પાસે બનતા પુલ માં થયેલા ભષ્ટ્રાચાર ની તંત્ર ને રજૂઆત
મોરબીમાં દિવસે ને દિવસે રોડ પર ખુબ જ ટ્રાફિક વધતો જાય છે જેનાં માટે મોરબી જિલ્લા તંત્ર દ્વારા મહેન્દ્રનગર ચોકડી થી હળવદ ને જોડતો રસ્તા ને પહોળો કરવાનું કામ ચાલુ કર્યું છે. જેના લીધે ટ્રાફિક સમસ્યા મહદ અંશે સોલ્યુશન પણ થશે એવું તંત્ર માને છે. આ રોડ બને છે ત્યાં આદરણા ગામ પાસે નવો પુલ બનાવ્યો છે જે ટુંક સમયથી વહાન અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી ની ટીમ તે પુલ ની મુલાકાત લીધી હતી ત્યારે પુલ નીચે લોખંડ સપોર્ટ માર્યાં છે, જેનો મતલબ પુલ નીચેથી ધસી ગયો છે એવું લાગે છે. હજુ નીચે આર.સી. સી. કામ બાકી છે છતાં પુલ પર વહાન વ્યવહાર ચાલુ કર્યો છે. સાઈડમાં માટી કામ કર્યું છે તેનાં પર આર.સી.સી. નું કામ લોલમલોલ કર્યું છે જે થોડા વરસાદમાં પણ ધોવાણ થઇ ગયું છે.આ તમામ મુદ્દાઓ વીડિયો મારફત દેખાડ્યું છે. આ બાબતે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર ને રજુઆત કરવામાં આવી છે કે આ પુલ પર કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આ પુલ પર વહાન વ્યવહાર બંધ કરવામાં આવે અને આ પુલ તોડી નવો પુલ બનાવે એવી માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પુલની યોગ્ય રીતે તપાસ થાય અને સાથે સાથે આ કોન્ટ્રાકટર વીરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાકટર ને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો સ્થાનિક લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે….









