મૂળી ખાતે શિક્ષણ રાજ્યમંત્રીએ ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
મંત્રીએ બાળકો સાથે સીધો સંવાદ કરી કમ્પ્યુટર જ્ઞાન અને વાંચન-લેખનની ક્ષમતાની ચકાસણી કરી

તા.24/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી શાળાના આચાર્ય મહિપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મંત્રીએ શાળાની કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની ચકાસણી કરી હતી તેમણે બાળકો સાથે કમ્પ્યુટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત તેમણે ધોરણ-૩ અને ૪ના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું નિરીક્ષણ કર્યું હતું શિક્ષકો સાથેની ચર્ચામાં મંત્રીએ બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતાથી સંવાદ સાધતા મંત્રીએ શાળામાં મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું અંતમાં તેમણે મધ્યાહન ભોજન ખંડની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા અને સાપ્તાહિક મેનુની તપાસ કરી હતી બાળકોને પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળે તે સુનિશ્ચિત કરવા તેમજ ભોજન વ્યવસ્થામાં સહેજ પણ કચાસ ન રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી.




