DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રાનાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત ત્રણને કલેકટરે નોટીસ ફટકારી

ધારાસભ્યને જમીનમાં કોઇ પણ જાતનું બાંધકામ નહીં કરવા આદેશ

તા.11/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ધારાસભ્યને જમીનમાં કોઇ પણ જાતનું બાંધકામ નહીં કરવા આદેશ, સુરેન્દ્રનગર શહેરના વઢવાણની સીમમાં આવેલી ધ્રાંગધ્રાના ધારાસભ્યની ખેતીવાડીની જમીનમાંથી વીજ લાઇન પસાર નહીં થવા દેવા માટે જમીન તાત્કાલીક બિનખેતી કરાવી લીધા બાદ ખેડૂતોની નોટીસોમાંથી ધારાસભ્યનું નામ ગાયબ થઇ ગયાનું ધ્યાને આવતા તેમજ પંથકના અન્ય ખેડૂતો તેમજ તેમનાં અગ્રણીઓ દ્વારા સમગ્ર મામલે આક્રોશ વ્યક્ત કરવાની સાથે કાર્યવાહીની માગણી કરતા જિલ્લા ક્લેક્ટર કચેરીએ તપાસ કરી ધ્રાંગધ્રાના ધારાસભ્ય સહિત ત્રણને નોટીસ ફટકારી છે અને ધારાસભ્યને જમીનમાં કોઇપણ જાતનું બાંધકામ નહી કરવાનો પણ આદેશ આપતા હાલમાં તો નેતાજીના સપના ચકનાચૂર થઇ ગયા છે વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ચૂંટાયા બાદ સતત વિવાદોમાં રહે છે વિસ્તારમાં પણ ધ્યાન નહી આપતા હોવાના કારણે સતત લોકોનો વિરોધનો સામનો પણ કરવો પડી રહયો છે એવામાં એક ગંભીર મામલો સામે આવ્યો હતો ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની વઢવાણની સીમમાં સર્વે નં. 2602 સહિત આજુબાજુના વીસેક ખેડૂતોની જમીનમાંથી પાવરગ્રીડ કંપનીની વીજ લાઇન પસાર થવાની હોઇ જાહેરનામું કંપનીએ બહાર પાડયુ હતુ જેમાં ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યનું નામ હતુ પરંતુ નેતાજીને ખ્યાલ આવતાની સાથે જ આ જમીન બિન ખેતી કરાવી લઇ તુરંત જ કલેકટરને લેખીત અરજી આપી દીધી હતી કે મારી જમીન બિનખેતી કરાવી લીધી હોય બાંધકામ કરવાનું હોવાથી વીજ લાઇનનું કામ ન થઇ શકે એમ હોવાથી અન્ય જગ્યાએ લાઇન ખસેડવા અરજી કરી હતી ત્યાર બાદ ખેડૂતોને નોટીસ મળી એ લીસ્ટમાંથી વરમોરાનું નામ ગાયબ થઇ ગયુ હતુ આ ગંભીર બાબતની વીજ કંપનીના પુરાવા સહિતની નોટીસોના પુરાવા સામે આવ્યા બાદ ધ્રાંગધ્રાના ધારાસભ્યએ ખેડૂતોને હિતના બદલે પોતાનું હિત સાચવવા પોતાના હોદનો દુરઉપયોગ કર્યાનું દેખાતા ખેડૂતોને ન્યાય મળે અને ધારાસભ્યની જમીન સામે યોગ્ય કાર્યવાહી થાય એવો માત્ર સંદેશમા તટસ્થ અને નિષ્પક્ષ અહેવાલ પ્રસારીત થયો હતો ત્યાર બાદ તંત્રએ ગંભીર નોંધ લઇ તપાસ કર્યા બાદ ધારાસભ્યની કોઇ પણ શેહ શરમ રાખ્યા વગર કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા કલેકટર દ્વારા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, ભરતભાઇ પરસોમભાઇ અને મેરાભાઇ દલવાડી સહિત ત્રણેયને નોટીસ આપી આધાર પુરાવા સાથે આગામી તા. 16મી ફેબુઆરીએ હાજર રહેવા આદેશ કરાયો છે.

Back to top button
error: Content is protected !!